Tulsi puja- હિંદુ કેલેન્ડર મુજબ કમુરતાને અશુભ સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ભગવાનના ધનુરાશિમાં પ્રવેશ સાથે કમુરતાની શરૂઆત થશે. તે એક મહિના સુધી ચાલશે અને 14 જાન્યુઆરી, 2025 ના રોજ, મકરસંક્રાંતિના શુભ અવસર પર, સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, આ સમય દરમિયાન સૂર્ય ભગવાનની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.