Things Not To Do On A Sunday: રવિવારે બિલકુલ ન કરશો આ કામ, નહીં તો થશે ભારે નુકસાન

Webdunia
રવિવાર, 17 એપ્રિલ 2022 (00:16 IST)
ભારતીય શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ ગ્રહ અને ભગવાનની પૂજા કરવામાં આવે છે. સૌરમંડળમાં હાજર કોઈને કોઈ ગ્રહ સાથે આપણો સંબંધ આ સાત દિવસોમાં બને જ છે. આવી સ્થિતિમાં, બધા ગ્રહો પોતાનો યોગ્ય પ્રભાવ રાખે એ માટે આપણે તેના અનુકૂળ કામ કરવુ જોઈએ. રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે સૂર્યની પૂજા કરીને સૂર્યને જળ અર્પિત કરવાથી વ્યક્તિની તેજ વધે છે અને તેનું ભાગ્ય બળવાન બને છે.
 
જો તમે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરો છો, તો તમને તેનું સારું ફળ મળશે. રવિવારના દિવસે કેટલીક બાબતોને અવગણવી જોઈએ જેથી કરીને ભગવાન સૂર્ય તમારાથી નારાજ ન થાય. રવિવારે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહેશે. 
 
રવિવારે આ કામથી  દૂર રહો
 
રવિવાર સામાન્ય રીતે રજા હોય છે અને લોકો ઘરે જ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો, તમે કેટલીક વસ્તુઓને અવગણી શકો છો જેમ કે રવિવારે સૂર્યાસ્ત પહેલા મીઠું ન ખાવું જોઈએ, ખાસ કરીને જ્યારે તમારા ગ્રહનો સ્વામી સૂર્ય હોય.
 
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે રવિવાર છે, તેથી આજે આપણે નોન-વેજ જેવી ફીશ વગેરે ખાઈ શકીએ છીએ. પરંતુ શાસ્ત્રો અનુસાર તે યોગ્ય નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે નોનવેજ  અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
 
આ દિવસે બીજી પણ કેટલીક બાબતો છે જેને ટાળવી જોઈએ, જેમ કે રવિવારે વાળ ન કાપવા, સરસવના તેલથી માલિશ ન કરવી, દૂધ બળી જાય એવુ કામ ન કરવું, તાંબાની વસ્તુઓ ખરીદવા કે વેચવાનું ટાળવું.
 
જો તમે આ બાબતોનું રવિવારે એક દિવસ ધ્યાન રાખશો તો તમને  ક્યારેય સૂર્ય ગ્રહની અશુભ દ્રષ્ટિનો સામનો નહીં કરવો પડે . સૂર્ય ભગવાન હંમેશા તમારા પર આશીર્વાદ કાયમ રાખશે. 

સંબંધિત સમાચાર

Next Article