Shiv Mahima : રાશિ પ્રમાણે કરો શિવની પૂજા(see video)

Webdunia
શિવજીના અનેક ભક્તો મહાશિવરાત્રીના રોજ વ્રત કરીને શિવજીને પ્રસન્ન કરવા તેમની વિશેષ રીતે પૂજા કરે છે. આમ તો પૂજા ગમે તે રીતે કરશો તો ઈશ્વર પસન્ન થશે જ પણ છતા જો તમે તમારી રાશિમાં બતાવ્યા મુજબ પૂજા કરશો તો તમને વિશેષ ફળદાયી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ પોતાની રાશિ અનુસાર શિવની આરાધના અને પૂજન કરી વિશેષ રૃ૫થી લાભ પ્રાપ્ત કરી શકે છે.

શિવપુરાણમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિને શિવલીંગની ઉત્પતિ થયેલ હતી. શિવરાત્રીના દિવસે શિવપૂજન, વ્રત, ઉપવાસથી અનંતફળની પ્રાપ્તી થાય છે.

મેષ : મધ, ગોળ, શેરડીનો રસ અને લાલ ફુલ ચઢાવો અથવા દૂધ-પાણીની સાથે ગોળ, મધ, લાલચંદન, લાલ કરેણના ફૂલમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે..

વૃષભ : કાચુ દૂધ , દહી, સફેદ ફુલ ચઢાવો. પાણી અથવા દહીંની સાથે સાકર, ચોખા, સફેદતલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મિથુન : લીલા ફળનો રસ, મગ, બિલ્વપત્ર અર્પણ કરો. અથવા ગંગાજળ-દૂધ સાથે જઉં, બિલીપત્રમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કર્ક : કાચુ દૂધ, માખણ, મગ, બિલ્વપત્ર અર્પણ કરો. દૂધ અથવા જળની સાથે શુધ્ધ સફેદ તલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

સિંહ : મધ, ગોળ, શુદ્ધ ઘી, લાલ ફુલ ચઢાવો. જળ અથવા દૂધ સાથે શુધ્ધ ઘી, ગોળ, મધ, લાલચંદનમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કન્યા : લીલા ફળનો રસ, બિલ્વપત્ર, મગ, લીલા અને ભૂરા ફુલ ચઢાવો અથવા ગંગાજળ અથવા દૂધ સાથે જઉં, બિલીપત્રમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

P.R

તુલા : દૂધ, દહી, માખણ, સાકર ચઢાવો. પાણી કે દહીં સાથે સાકર, ચોખા, સફેદ તલ, સફેદ ચંદન, સફેદ આકડાના ફૂલ અને સુંગંધીત અત્તરમાંથી કોઈપણ એક વસ્તુ દ્વારા અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

વૃશ્ચિક : મધ, ચોખ્ખુ ઘી, ગોળ, બિલ્વપત્ર, લાલ ગુલાબ ચઢાવો. પાણી અથવા દૂધ સાથે ઘી, ગોળ, મધ, લાલચંદન અને લાલરંગના ફુલમાંથી મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

ધનુ : શુદ્ધ ઘી, મધ, ખાંડ, બદામ, પીળા ફુલ, પીળા ફળ ચઢાવો પાણી કે દૂધમાં હળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મકર : સરસિયાનુ તેલ, તલનુ તેલ, કાચુ દૂધ, જાંબુ, ભૂરા ફુલ ચઢાવો. ગંગાજળ અથવા દહીં સાથે કાળા તલ, સફેદ ચંદન, સાકર, ચોખામાંથી એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

કુંભ : કાચા દૂધ, સરસિયાનુ તેલ, તલનુ તેલ, ભૂરા ફુલ ચઢાવો. પાણી અથવા દહીં સાથે મળદર, કેસર, ચોખા, ઘી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મીન : શેરડીનો રસ, મધ, બદામ, બિલીપત્ર, પીળા ફુલ, પીળા ફળ ચઢાવો. પાણી અથવા દૂધ સાથે હળદળ, કેસર, ચોખા, ધી, મધ, પીળા ફૂલ, પીળા સરસવ, નાગકેસરમાંથી કોઈપણ એક વસ્તુ મેળવી અભિષેક કરવાથી વિશેષ લાભ થાય છે.

મહાશિવરાત્રી અને શ્રાવણ માસના સોમવારના દિવસોમાં કોઈપણ વ્યક્તિને પોતાની રાશિની જાણકારી ન હોય તો એ પંચામૃત થી શિવલીંગ પર અભિષેક કરી શકે છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

વધુ જુઓ..

નવીનતમ

Next Article