Hartalika Trij Upay- કેવડાત્રીજ પર સફળ વૈવાહિક જીવન માટે ઉપાય

Webdunia
સોમવાર, 18 સપ્ટેમ્બર 2023 (09:30 IST)
-  કેવડાત્રીજની પૂજા પછી હંમેશા તમારી શક્તિ મુજબ 11 સુહાગન સ્ત્રીઓને સુહાગનો સામાન ભેટ કરો. તેમા પૂરા 16 શ્રૃંગાર હોવા જોઈએ  આવુ કરવાથી પતિ પત્ની વચ્ધે પ્રેમ કાયમ રહેશે 
 
- કેવડાત્રીજાના દિવસે તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ  5 વડીલ સુહાગન સ્ત્રીઓને સાડી અને પગની વીંછી આપો અને પતિ પત્ની સાથે મળીને તેમને પગે પડો.  એવુ કહેવાય છે કે વાર તહેવારના દિવસે વડીલોના આશીર્વાદ લેવાથી તે ચોક્કસ ફળે છે. 
 
- કેવડાત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને પછી શિવ પાર્વતીના મંદિરમાં જાવ. મંદિરમાં શિવ પાર્વતીને લાલ ગુલાબ ચઢાવો 
 
- મંદિરમાં જ ભગવાન શિવ અને નંદીને મધ ચઢાવો 
 
- કેવડાત્રીજામાં જ્યારે પૂજા કરો ત્યારે માતા પાર્વતીને ચુંદરી ચઢાવો અને તમારા હાથ વડે નથ પહેરાવો 
 
- કેવડાત્રીજના દિવસે શુભ મુહુર્તમાં  પતિએ પોતાની પત્નીના સેંથામાં સિંદૂર લગાવવુ જોઈએ . ત્યારબાદ પગની વીંછીઓ અને ઝાંઝર પણ પહેરાવો.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- કેવડાત્રીજ પર ગણેશ મંદિરમાં માલપુડા અર્પિત કરવાથી પણ દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે 
 
- કેવડાત્રીજ પર પત્ની પોતાના હાથ વડે પાનનો બીડો લગાવીને શિવજીને ચઢાવે અને પછી એ બીડો પતિને આપે. તેનાથી પણ પરસ્પર પ્રેમ વધે છે. 
 
- ગોળના 11 લાડુ માં પાર્વતીને ચઢાવો અને બીજા દિવસે શ્રી ગણેશ ચતુર્થી પર ગણેશ સ્થાપના પછી એ પ્રસાદ ખાવ  આ ઉપરાંત જો કોઈ યુવતીના લગ્ન વારે ઘડીએ તૂટી જતા હોય તો  ખાસ ઉપાય કરીને મનપસંદ વર મેળવી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article