મંગળસૂત્ર પર બનેલા નિશાન - મંગળસૂત્રમાં સોનાનુ પેંડલ લાગેલું હોય છે શાસ્ત્રો પ્રમાણે સ્વર્ણ ધારણ કરવાથી શરીર શુદ્ધ થાય છે. સ્નાન વખતે સોનાનો સ્પર્શ કરીને જે પાણી શરીર ઉપર પડે છે તેનાથી પાપોથી છુટકારો મળે છે.
મંગળસૂત્રમાં જો મોરનું નિશાન બનેલ હોય તો તે પતિના પ્રત્યે પ્રેમનું પ્રતિક માન્ય છે પેંડલ પર કેટલાક અન્ય ચિન્હ પણ હોય છે જે ખરાબ દૃષ્ટિથી પણ બચાવે છે.
શનિ અને ગુરૂ નો સંબધ મંગળસૂત્રથી - જયોતિષશાસ્ત્ર પ્રમાણે સોનું ગુરુને પ્રભાવિત કરે છે ગુરુ ગ્રહ વૈવાહિક જીવનમાં ખુશાલ, સંપત્તિ અને જ્ઞાનનું કારક મનાય છે.
ગુરુ ધર્મનો કારક ગ્રહ પણ છે કાળો રગ શનિનો પ્રતિક માનવામાં આવે છે શનિ સ્થાયિત અને નિષ્ઠ્નો કારક ગ્રહ છે. ગુરૂ અને શનિની વચ્ચે સમ સંબંધ હોવાને કારણે મંગળસૂત્ર વૈવાહિક જીવનમાં સુખ અને સ્થાયિત્વ લાવનાર ગ્રહ માનવામાં આવે છે