માતા લક્ષ્મી તમારા પર થશે મેહરબાન રવિવારના દિવસે કરો આ સરળ ઉપાય

Webdunia
રવિવાર, 17 ઑક્ટોબર 2021 (10:11 IST)
હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ ન કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષશાસ્ત્રના મુજબ રવિવારે સૂર્યદેવને સમર્પિત છે. ધાર્મિક માન્યતાના મુજબ રવિવારન દિવસે સૂર્યદેવની વિધિ-વિધાનથી 
પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે સૂર્યદેવની કૃપાથી ધન-ધાન્યની પ્રાપ્તિ હોય છે. જીવનની મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ઘણા પ્રકારની ઉપાય 
જણાવ્યા છે. રવિવારના દિવસે આ ઉપાયોને કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન હોય છે. જાણો રવિવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય- 
 
1. ચૌમુખી દીવો પ્રગટાવો- જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન સંપદા બરકત માટે રવિવારે સૂર્યાસ્ત પછી પીપડના ઝાડની નીચે ચૌમુખા દીવો પ્રગટાવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપાથી 
 
ધન-સંપત્તિમાં બરકત હોય છે. 
2. ચંદનનો તિલક- રવિવારે માથા પર ચંદનનો તિલક લગાવવું શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદનનો તિલક લગાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. 
3. માછલીનો ને દાણા - રવિવારે માછલીનો દાણા ખવડાવો શુભ ગણાય છે. માન્યતા છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
4.રૂદ્રાક્ષ ચઢાવો- માન્યતા છે કે રવિવારેના દિવસે સાંજે મંદિરમાં ગૌરી શંકર રૂદ્રાક્ષ ચઢાવવાથી ઘરમાં માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે.  
5. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ - રવિવારના દિવસે . આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો શુભ હોય છે. માન્યતા છે કે આવુ કરવાથી સૂર્યદેવની ખાસ કૃપા વરસે છે અને જીવનમાં સુખ શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. કીડીઓને ખાંડ-  રવિવારના દિવસે કીડીઓને ખાંડ ખવડાવો પણ શુભ હોય છે. કહેવુ છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 

સંબંધિત સમાચાર

Next Article