Masik Shivratri - માસિક શિવરાત્રી જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (13:12 IST)
Masik Shivratri 2024- પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ વ્રત તરીકે મનાવવામાં આવે છે. આ વખતે માસિક શિવરાત્રી વ્રત 8 ફેબ્રુઆરી ના રોજ છે. આ દિવસે ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, માસિક શિવરાત્રિ પર, ભગવાન શંકરને બેલપત્ર, ફૂલ, ધૂપ-દીપ અને ભોગ અર્પણ કર્યા પછી શિવ મંત્રનો જાપ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી મનવાંછિત ફળ મળે છે અને જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનું સમાધાન પણ થાય છે. ચાલો જાણીએ માસિક શિવરાત્રીનો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ.
 
માઘ માસિક શિવરાત્રી 2024નો સમય
હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 11:17 વાગ્યે શરૂ થશે. અને તે 9 ફેબ્રુઆરી 2024 ના રોજ સાંજે 06:17 વાગ્યે સમાપ્ત થશે
 
માસિક શિવરાત્રી પૂજા વિધિ 
 
- આ દિવસે સૌ પ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો.
- સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો.
-જો શક્ય હોય તો આ દિવસે પીળા વસ્ત્રો પહેરો, આ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
-આ પછી પૂજા સ્થાન પર શિવજી, માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની સાથે નંદીની સ્થાપના કરો.
- ત્યારબાદ બધાને પંચામૃતથી સ્નાન કરાવો.
- ભગવાનને બેલપત્ર, ફળ, ફૂલ, ધૂપ અને દીવો, નૈવેદ અને અત્તર અર્પણ કરો.
-ત્યારબાદ શિવપુરાણ, શિવ ચાલીસા, શિવષ્ટક, શિવ મંત્ર અને શિવ આરતી કરો.
 
માસિક શિવરાત્રી વ્રતનું મહત્વ - માન્યતાઓ મુજબ માસિક શિવરાત્રીનું વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું વ્રત કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને સાથે જ વ્યક્તિને મોક્ષ, મુક્તિની પ્રાપ્તિ થાય છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે શિવનો મંત્ર 'ઓમ નમઃ શિવાય' નો જાપ કરવામાં આવે છે.  આખો દિવસ દરમિયાન આ જાપ કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article