આજે અષાઢી અમાસ એટલે કે દિવાસો છે. આ વર્ષનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. દિવાસો એટલે સો પર્વનો વાસો. દિવસોથી માંડી અને દેવ દીવાળી સુધીના આશરે સો દિવસો થાય છે અને આ સો દિવસોમાં સો પર્વ અને તહેવારો આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળવાની સાથે લક્ષ્મી કૃપા પણ થશે
દિવાસોના દિવસથી તહેવારો અને ઉત્સવોની હરમાળા શરૂ થઈ જાય છે. જેમા અનેક તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નોરતા અને દિવાળી આ વર્ષના મુખ્ય તહેવારોની શરૂઆત દિવાસોના દિવસથી શરૂ થઈ જાય છે. આ આને વર્ષનો મુખ્ય દિવસ દિવાસો કહેવાય છે.
4 ઓગસ્ટ અમાસ પણ છે આથી આ દિવસે દાન પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ, તેલ અડધનુ દાન, ચંપલનુ દાન ગરીબોને કરવુ. શનિના વેદ્કોક્ત મંત્રથી સંપૂટ રૂદ્રીના પાઠ કરાવવા શુભ રહેશે. આ દિવસે ઉપવાસ કરવાથી અનેક ફાયદા થાય છે.
અમાસ બપોરે 12 વાગ્યા સુધીની છે. ત્યારબાદ એટલે કે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. જોકે દિવાસાથી દિવાળી સુધી તહેવારોની મોસમ જામશે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે. કેમકે સામાન્ય રીતે કોઇપણ વ્રતનું જાગરણ 24 કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ 36 કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત 36 કલાક સુધી જાગરણ કરવું પડે છે. આ ઉપરાંત સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત સાથે દશામાના વ્રતનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભકતો દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભકિત કરશે.
પિતૃદોષ હોય, કોઈ ગ્રહની અશુભતા દૂર કરવી હોય, ઘર, નોકરી, ધંધો, આર્થિક, માનસિક, પારિવારિક અન્ય બધા જ પ્રકારની પરેશાનીઓ અમાસનાં ઉપાયથી દૂર થઈ શકે છે. શાસ્ત્રોમાં અમાસની તિથિનાં સ્વામી પિતૃદેવ છે. અમાસ સૂર્ય અને ચંદ્રનો મિલનકાળ છે. આ દિવસે બંને એક જ રાશિમાં રહે છે.
આવો જાણીએ અમાસના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે
- ગાયના ગોબરથી બનેલ છાણા અને શુદ્ધ ઘી અને ગોળ મેળવીને ધૂપ સળગાવીને પિતૃઓને ધૂપ આપો
- ઘરમા તાજુ ભોજન હોય તો તેનાથી પણ ધૂપ આપી શકાય છે
- શિવજીનો પંચામૃતથી અભિષેક કરો
- આ દિવસે શનિની સાડેસાતી દૂર કરવા શનિ મંત્રોનો જાપ કરો
- હિન્દુ ધર્મમાં અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગાયના ગોબરથી બનેલ છાણા અને શુદ્ધ ઘી અને ગોળ મેળવીને ધૂપ સળગાવીને રાખવા જોઈએ. જો ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આપી શકો છો.
- જો શક્ય ન હોય તો ઘરમાં જ પણ તાજુ ભોજન બનેલું હોય, તેનાથી પણ ધૂપ આપીને પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લો અને અંગુઠાના માધ્યમથી તેને ધરતી ઉપર છોડી દો. આવું કરવાથી પિતૃઓને તૃપ્તિનો અનુભવ પ્રાપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે. જેનાથી આપણાં જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
- અમાસના દિવસે શિવજીને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે શનિની સાડાસાતી દુર કરવા શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ.
- દિવાસાની દિવસે એવરત અને જીવરત એમ બે પ્રકારના વ્રત કરવાની પરંપરા છે. જ્યોતિષ મુજબ દિવાસાનું જાગરણ અષાઢ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસના દિને કરવામાં આવે છે. જેમાં જયાપાર્વતીના વ્રત મુજબ જ જવારાની વાવણી કરાઇ છે. તેમજ કુંવારી અથવા નવપરિણીતા એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બંને વ્રત પરિવારના સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે કરાય છે
અમાસના આ દિવસે શિવ પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે દિવાસો પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ.