Ganga Dussehra 2024: - ગંગા દશેરા વર્ષ 2024માં 16 જૂને ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોવાઇ જાય છે. તમે આ દિવસે ગંગા નદીના ઘાટો પર મોટી સંખ્યામાં હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકોને જોશો. ગંગા સ્નાનની સાથે આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. સાથે જ કેટલાક એવા ઉપાય પણ જેને ગંગા દશેરાના દિવસે કરવાથી તમને ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. આજે અમે તમને ગંગા દશેરાના દિવસે કરવામાં આવતા તુલસીના કેટલાક ઉપાયો વિશે બતાવીશુ
તુલસીનો આ ઉપાય નકારાત્મકતા કરશે દૂર
ગંગા દશેરાના દિવસે તમારે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી એક પીત્તળના પાત્રમાં પાણી લેવુ જોઈએ. આ પાત્રમાં તુલસીના 5 પાન તમારે નાખવા જોઈએ અને ત્યારબાદ આ પાત્રને ગંગાજળથી ભરી દેવુ જોઈએ. તુલસી અને ગંગાજળ મિશ્રિત કર્યા બાદ તમારે આ જળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર છાંટી દેવુ જોઈએ. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મકતા દૂર થઈ જાય છે. જો કે આ વાતનુ ધ્યાન રહે કે આ વખતે ગંગા દશહરા રવિવારના દિવસે આવી રહી છે અને આ દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ હોય છે. તેથી તુલસીના પાન તમારે પહેલાથી જ તોડીને મુકી દેવા જોઈએ.
ગંગા દશહરાનો આ ઉપાય અપાવશે ધન ધાન્ય
જો તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી સમસ્યા ચાલી રહી છે તો તમારે ગંગા દશેરાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તુલસીના કેટલાક પાન લઈને તેને ગંગાજળમાં નાખવા જોઈએ. ત્યારબાદ પાનને કાઢીને તમરે એક લાલ કપડામાં બાંધી દેવા જોઈએ અને ત્યારબાદ ધન રાખવાના સ્થાન પર તેને મુકવા જોઈએ. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે અને સાથે જ કર્જથી મુક્તિ મળી જાય છે.
પરિવારની ખુશી માટે કરો આ ઉપાય
ગંગા દશેરાનો પાવન તહેવાર આ વર્ષે રવિવારના દિવસે છે. રવિવારના દિવસે તુલસીની પુજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે જો ગંગા દશરા જેવા પાવન તહેવાર હોય તો તુલસીની પૂજા કરવાથી તમારે બિલકુલ ન ચુકવુ જોઈએ . આ દિવસે તુલસીના છોડ પાસે ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ અને તુલસીના મંત્રોનો જાપ કરવો જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો માતા લક્ષ્મીની પણ તમને કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ઘનની ક્યારે પણ કમી થતી નથી અને સાથે જ ઘર પરિવારમાં પણ સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે.