કરવા ચોથનાં વ્રતમાં ન કરશો આ 7 ભૂલ નહી તો પૂજા પાઠ કરવા છતા પણ નહિ મળે શુભ પરિણામ

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (06:22 IST)
વર્ષ 2024માં 20 ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવશે. આ દરમિયાન પરિણીત મહિલાઓ તેમના પતિના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના સાથે નિર્જલા વ્રત કરે છે. હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારી મહિલાઓએ પણ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  
 
કરવા ચોથનું વ્રત કરતી મહિલાઓએ ન કરવી જોઈએ આ ભૂલો 
 
મોડા ઉઠવાની ભૂલ ન કરો
કરવા ચોથનું વ્રત સૂર્યોદય પહેલા જ શરૂ થઈ જાય છે. સરગી સૂર્યોદય પહેલા લેવામાં આવે છે. આ એ  ભોજન છે જે સાસુ કે ઘરની મોટી સ્ત્રી ઉપવાસ કરનાર કન્યાને આપે છે. આ આહાર તમારે સૂર્યોદયના થોડા સમય પહેલા તમારે ખાઈ લેવો જોઈએ. તેથી સ્ત્રી કરવા ચોથનું વ્રત કરનારી સ્ત્રીએ ભૂલથી પણ આ દિવસે લાંબા સમય સુધી સૂવું ન જોઈએ. આ દિવસે સૂર્યોદય પછી સુવું સારું નથી માનવામાં આવતું.
 
આ વસ્તુઓ કોઈને ન આપશો 
સુખી લગ્નજીવનની લાંબી ઈચ્છા સાથે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. તેથી વ્રત કરનારી  મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ પોતાની મેકઅપ સામગ્રી અન્ય કોઈ મહિલાને ન આપવી જોઈએ. જો કોઈ તમને કોઈ પોતાના મેકઅપનાં સામાનમાંથી કંઈક આપે છે, તો તમારે તે પણ લેવાની ના પાડવી જોઈએ. 
 
આ રંગના કપડાં ન પહેરો
વિવાહિત મહિલાઓએ  કરવા ચોથના દિવસે પોતાના કપડાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ કાળા કે ભૂરા રંગના કપડાં ન પહેરવા જોઈએ. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
 
આ દિવસે ન કરશો કોઈનું અપમાન 
ઉપવાસનો અર્થ એ નથી કે તમે માત્ર ખોરાક અને પાણીનો ત્યાગ કરો. આનો અર્થ એવો પણ થાય છે કે તમારે વૈચારિક શુદ્ધતા પણ જાળવવી જોઈએ. તેથી કરવા ચોથનું વ્રત કરતી મહિલાઓએ ભૂલથી પણ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે તમારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચાડવાની ભૂલ ન કરશો. 
 
આ દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરવાનું ટાળો
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થવો સામાન્ય બાબત છે. પરંતુ આ દિવસે પતિ-પત્ની બંનેએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વાત પર ઝઘડો ન થાય. ખાસ કરીને પતિઓએ આ દિવસે ઝઘડા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે પત્ની આ દિવસે નિર્જલા વ્રત કરે છે. મહિલાઓએ આ દિવસે એવી કોઈ વાત કરવાનું ટાળવું જોઈએ જેનાથી મતભેદ થવાની શક્યતા હોય. 
 
અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરશો 
કરવા ચોથનું વ્રત કરનારી મહિલાઓએ આ દિવસે અણીદાર વસ્તુઓનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. વ્રત કરનારી મહિલાઓએ સોય, કાતર વગેરેનો ઉપયોગ ટાળવો જોઈએ. 
 
આ વસ્તુઓનું દાન ન કરો
વાસ્તવમાં હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે. પરંતુ આ દિવસે તમારે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ દૂધ, કપડાં કે સફેદ મીઠાઈનું દાન ન કરવું. કરવા ચોથના દિવસે આ વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે.

સંબંધિત સમાચાર

Next Article