*લક્ષ્મી પૂજનના સમયે એક નાળિયેર લો તેના પર અક્ષત ,કંકુ ,પુષ્પ વગેરે અર્પિત કરો તેને પણ પૂજામાં મુકો.
* દિવાળીના દિવસે સાવરણી જરૂર ખરીદવી જોઈએ. આખા ઘરની સફાઈ નવી સાવરણીથી કરો . જ્યારે સાવરણીનું કામ ના હોય તો તેને કોઈને દેખાય ન એ રીતે રાખવી જોઈએ.
* આ દિવસે અમાસ હોય છે તેથી આ દિવસે પીપળના ઝાડમાં જળ અર્પિત કરવુ જોઈએ. આવું કરવાથી શનિ દોષ અને કાલસર્પ દોષ સમાપ્ત થઈ જાય છે.
* પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવવાથી તેમની કૃપા મળે છે. દિવાળીના શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીના સાથે મહાલક્ષ્મીની કૃપા પણ મળે છે.
આ મંત્રનો જાપ કરો .મંત્ર જાપ માટે કમળના ગટટાની માળાનો ઉપયોગ કરો. દિવાળી પર ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો.
* દિવાળી પર શ્રીયંત્રના સામે ધૂપ-દીપ લગાવી પૂર્વ દિશાની તરફ મુખ કરી આસન પર બેસો. પછી શ્રીયંત્રનો પૂજન કરો અને કમલગટટાની માળાથી મહાલક્ષ્મીના મંત્ર - ૐ શ્રીં હ્રિં શ્રીં કમળે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી ૐ મહાલક્ષ્મયૈ નમ:આ મંત્રનો જાપ કરો.
* કોઈ પણ મંદિરમાં સાવરણીનું દાન કરો. જો તમારા ઘરની પાસે મહાલક્ષ્મીનો મંદિર હોય તો ગુલાબની સુંગંધવાળી અગરબતીનું દાન કરો.
* ઘરના મુખ્યદ્વ્રાર પર કુમકુમનો સ્વાસ્તિકનો ચિહ્ન બનાવો. દ્વ્રારના બન્ને સાઈડ કુમકુમથી જ શુભ-લાભ લખો.
* લક્ષ્મી પૂજનમાં સોપારી મુકો. તેના પર લાલ દોરો લપેટીને અક્ષત ,કુમકુમ,પુષ્પ વગેરે પૂજન સામગ્રીથી પૂજા કરો અને પૂજન પછી આ સોપારીને તિજોરીમાં રાખો.
*દિવાળીના દિવસે શ્વેતાર્ક ગણેશની પ્રતિમા ઘરે લાવો તો હમેશા બરકત રહેશે.પરિવારના સદસ્યોને પૈસાની અછત નહી આવશે .
*જો શક્ય હોય તો આ દિવસે કોઈ તળાવ કે નદીમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવો. શાસ્ત્રો મુજબ આ પુણ્ય કર્મથી મોટા-મોટા સંકટ દૂર થાય છે.
* ઘરમાં સ્થિત તુલસીના છોડના પાસે દીવાળીની રાતે દીપક પ્રગટાવો અને તુલસીને વસ્ત્ર અર્પિત કરો.