ઘણા લોકોની પાસે પૈસ તો બહુ હોય છે પણ તેમના ઘરમાં શાંતિની કમી હોય છે . એના પાછળનો કારણ હોય છે વાસ્તુનો દોષ અને અમારી કરેલ કેટલીક ભૂલ પણ આ લેખમાં અમે તમને જણાવીશ એટલા વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા કરશો તો નક્કી તમારા ઘરથી પરેશાનીઓ દૂર રહેશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર રહેશે.
તો શુ કરવુ.. તો મિત્રો આજે અમે આપને માટે લાવ્યા છે વાસ્તુ સાથે જોડાયેલા કેટલક એવા ટિપ્સ જેને અપનવશો તો તમારા ઘરના બધા સભ્યો એક જેવુ કમાશે અને ઘનની આવક વધી જશે. તો ચાલો જાણીએ વાસ્તુ મુજબ શુ કરવુ
- રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો.
- સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો.
- સાંજે ઘરમાં સુંગધિત અને પવિત્ર ધુમાડો કરો.
- દિવસમાં એકવાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ગુસ્સા પર કાબૂ આવે છે.
- બેડરૂમમાં મદિરાપાન ન કરો. નહી તો બીમાર પડશો નહી તો બિહામણાં સપના આવશે.
- કાંટાળા ઝાડ ઘરમાં ન લગાવો
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકશો
- તમારા ઘરમાં ચમકીલા પેઈંટ ન કરાવો
- ઘરમાં તુલસીનો છોડ અવશ્ય ઉગાડવો, જેનાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. નિયમિત તુલસીનાં પાન ખાવાથી તંદુરસ્ત પણ રહેવાય છે.
- ઘરના ઇશાન ખૂણામાં(ઉત્તર-પૂર્વ)ને હંમેશાં સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. જેથી સૂર્યનાં કિરણો સરળતાથી ઘરમાં આવી શકે.
-રસોઈ બનાવતી વખતે ગૃહિણીનું મુખ હંમેશાં પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. તેના કારણે ભોજન હંમેશાં સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે. પૂર્વ દિશા તરફ મોં રાખીને જમવાથી વ્યક્તિની પાચનશક્તિમાં વધારો થાય છે.
- જે બાળકો ભણવામાં નબળાં હોય તેમને પૂર્વ દિશાનું મોં રાખીને અભ્યાસ કરવા માટે બેસાડવા જોઈએ.
- જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે વાયવ્ય ખૂણો( ઉત્તર- પશ્ચિમ)ના રૂમમાં રહેવું જોઈએ, જેથી તેનાં લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થશે.
- રાત્રે સૂતી વખતે માથું હંમેશાં દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર દિશામાં માથું રાખવાથી અનિદ્રાનો રોગ થવાની શક્યતા રહે છે. એ ઉપરાંત વ્યક્તિની પાચનશક્તિ પર પણ ખરાબ અસર પડે છે.