હોરા યંત્ર જમીન માપવાનું સાધન

સુધિર પિમ્પલે
NDN.D


વર્તમાન જમીનનું ચુમ્બકીય વૃત જાણવા માટે હોરા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રંથોમાં દિશા જાણવા માટે દિવસે સૂર્ય અને રાત્રે નક્ષત્રોના આધારે નિયમ આપવામાં આવ્યાં છે. પરંતુ તેનાં આધારે દિશા નક્કી કરવી સરળ બાબત નથી. પરંતુ હોરા યંત્રથી આ કામ સરળ બને છે. આદિકાળથી સમુદ્રમાં નાવિક દિશા નિશ્ચિત કરવા તથા નિશ્ચિત સ્થાનને શોધવા માટે ચુમ્બકીય સોયનો ઉપયોગ કરતો આવ્યો છે તેનાં આધારે અત્યારે હોરા યંત્ર બનાવવામાં વિકસાવવામાં આવ્યું છે.

હોરા યંત્ર હંમેશા કોઈપણ સ્થાનેથી ઉત્તર દિશા તરફ સંકેત આપે છે. તે એક કાંડાઘડિયાળની જેમ ડબ્બાનાં આકાર સમાન હોય છે. તેમાં ચાર મુખ્ય દિશાઓ અને ચાર ઉપ દિશાઓ 360 અંશો સાથે બતાવેલી હોય છે. તેની મધ્યમાં ચુમ્બકીય સોય હોય છે. જે હંમેશા પૃથ્વીનાં ચુમ્બકીય આકર્ષણથી ઉત્તર-દક્ષિણ હોય છે. તેનાં આધારે બધી જ મુખ્ય દિશાઓ તથા ઉપ દિશાઓનાં અંશો જાણી શકાય છે. આ બધી માહિતી આ યંત્ર દ્વારા આપણને મળે છે.

ભૂખંડનાં મધ્યભાગ પર હોરા યંત્રને સપાટ જમીન પર મૂકી દો. થોડીવારમાં હોરા યંત્રની ચુમ્બકીય સોય સ્થિર થઈને ઉત્તર દિશામાં જણાવશે. ઉત્તર દિશા જાણવા ઉપરાંત અન્ય મુખ્ય અને ઉપ દિશાઓ જાણી વાસ્તુની રચના કરી શકાય છે.

સૂર્ય પોતાના સ્થાને નથી રહેતો તેથી તેનાં આધારે દિશા નક્કી કરી શકાય નહીં. પૃથ્વીમાં ચુમ્બક સ્થિર છે,જેવી રીતે આકાશમાં ધ્રુવનો તારો સ્થિર છે. સાથે જ વાસ્તુ-નિર્માણનું સ્થળ પૃથ્વીનાં સ્થિર રૂપમાં રહેલું છે. તેથી ઉત્તર દિશાને નક્કી કરી અન્ય મુખ્ય દિશાઓ તથા ઉપ દિશાઓ જાણી ભવન નિર્માણ કરી શકાય છે.