વાસ્તુ અને તમારૂ ઘર- 3

Webdunia
N.D
2. જળ

જળ એ જ જીવન આ વાત કેટલી સાચી છે તેનો અંદાજ તો તે વાતથી જ લગાવી શકાય છે કે કોઈ સજીવ અને નિર્જીવ વસ્તુનું અસ્તિત્વ જળ વિના નથી રહી શકતું અને તેના વિના સમાપ્ત થઈ જાય છે. જીવનનું કારણ જળચક્ર છે. સાગર, નદીઓ, તળાવો વગેરેનું જળ બાફ બનીને આકાશમાં જતું રહે છે અને તે વાદળનું રૂપ લઈને વરસાદ બનીને જળના રૂપમાં ફરીથી ધરતી પર આવી જાય છે. આનાથી જ જીવન કાયમ છે અને આ વાત તો વિજ્ઞાન પણ માને છે કે જળમાં એક અંશ પ્રાણવાયુ (ઓક્સીજન)નો પણ હોય છે જે માણસના લોહીમાં ભળીને તેની નસોમાં દોડે છે અને તેને જીવન આપે છે. ઈતિહાસકારોનું માનવું છે કે વિશ્વની મહાન સભ્યતાઓ જળના કિનારે જ ઉછરી અને તેમાં જ સમાઈ ગઈ. તેથી પૃથ્વીના સંચાલન માટે જળ ખુબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રને અનુસાર જળને મુખ્ય તત્વમાં રાખવું જોઈએ અને નિર્માણ સામગ્રીમાં તેના સંતુલનનું ધ્યાન રાખવું જરૂરી છે.

3. અગ્નિ

અગ્નિ અને તેલ ઉર્જાના સ્ત્રોત છે અને ઉર્જા વિના જીંદગીનો કોઈ જ આધાર નથી. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સુર્ય, જેના તેજને લીધે જ જીવન પ્રકાશનમાન છે. તેજને કોઈ પણ મનુષ્યના અસાધારણ ગુણના રૂપમાં જોવામાં આવે છે. પર્યાવરણમાં વ્યાપેલ વાયુકણ, ધુળ અને વાદળા પોતાની ચુંબકીય શક્તિને લીધે એકબીજાની તરફ આકર્ષિત થાય છે. તેથી જ તેના સંકોચાવાની અને ફેલાવાની ક્રિયા થાય છે તેના જળથી જ ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ જ ઉર્જા અગ્નિ છે. અગ્નિનું મનુષ્યની રોજીંદી જીંદગીમાં ખુબ જ મહત્વ છે. જેવી રીતે કે ખાવાનું બનાવવાનું, પ્રકાશ આપવો વગેરે. હિંદુ સંસ્કૃતિને અનુસાર ધાર્મિક કાર્યોમાં પણ અગ્નિનું ખુબ જ મહત્વ છે. અગ્નિને પ્રચંડ રૂપમાં પણ જોવામાં આવે છે. જો તે વિનાશ તરફ વળી જાય તો જોત જોતામાં મોટા મોટા મહેલો અને બિલ્ડિંગોને રાખમાં ભેળવી દે છે. ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અગ્નિ જન્મથી લઈને મરણ સુધી મનુષ્યની સાથે રહે છે અને આ સત્ય છે. અગ્નિ સત્ય અને અવિનાશી છે અને માણસની જીંદગીના દરેક પ્રકરણ સાથે જોડાયેલી રહે છે. અગ્નિને વાસ્તુમાં પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.