વાસ્તુશાસ્ત્ર અને તમારી ઉર્જા

નઇ દુનિયા
ગુરુવાર, 4 જૂન 2009 (16:28 IST)
N.D
વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ખુબ જ મહત્વ હોય છે કેમકે પૃથ્વી પર મુખ્ય ઉર્જા માત્ર સુર્ય જ છે. સુર્યની ગતિને લીધે ઘરની ઉર્જા બદલાયા કરે છે. આ સિદ્ધાંત પર અગ્નિ ખુણાની કલ્પના કરવામાં આવી છે. આને માટે ઘરનો દક્ષિણ-પુર્વ ખુણો યોગ્ય માનવામાં આવ્યો છે. અગ્નિ ખુણામાં ઘરની રસોઈ બનાવવાથી ઘરને ફાયદો મળે છે.

* ઉત્તર-પુર્વ દિશાને 'ઈશાન' ખુણો કહે છે. તેથી પૂજાનું સ્થાન આ જગ્યાએ જ હોવું જોઈએ. અન્ય રચાનાત્મક કાર્ય જેવા કે લેખન વગેરે પણ આ ખુણામાં જ કરવામાં આવે તો નિશ્ચિત રૂપે ફાયદો થશે.

* ઘરમાં ઉર્જાનો પ્રવેશ મુખ્ય દરવાજાથી જ થાય છે. પૂર્વ અને ઉત્તર દિશાને ઉર્જાની દિશાઓ માટે મહત્વની દિશાઓ કહેવામાં આવે છે. એટલા માટે પ્રવેશ દ્વાર જો ઉત્તર કે પૂર્વમાં રાખવામાં આવે તો તે ઘરમાં રહેનાર કામમાં રસ લે છે.

* ઘરમાં ઉર્જાને જાળવી રાખવા માટે અનાવશ્યક ઘરનો મુખ્યદ્વાર ખોલીને ન રાખશો. ઉર્જાનું સંતુલન જાળવી રાખવા માટે ઘરના કુલ દરવાજાની સંખ્યા સમ હોવી જોઈએ.

* જો આ સંખ્યા વિષમ હોય તો તેના કારણે વિપરીત પરિણામ મળે છે. ઘરમાં દરવાજાઓની વધારે સંખ્યા વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલા માટે કોઈ પણ ઘરમાં દસ કે દસનો ગુણાંકમાં વીસ કે ત્રીસ દરવાજા ન હોવા જોઈએ.

* ઘરનું કેંન્દ્રીય સ્થાન ખુબ જ મહત્વપુર્ણ હોય છે. આ સ્થાનને 'બ્રહ્મ સ્થાન' પણ કહેવામાં આવે છે. આ એટલુ જ મહત્વપુર્ણ છે જેટલુ કે મનુષ્યના શરીરમાં હૃદય. એક રીતે એવું પણ કહેવામાં આવે છે કે આખા ઘરમાં ઉર્જાનો પ્રચાર આ જ જગ્યાએથી થાય છે. તેથી આ જગ્યાને હંમેશા સાફ રાખવી જોઈએ. કોઈ પણ પ્રકારનો જુનો અને નકામો સામાન આ જગ્યાએ ન હોવો જોઈએ.

* અહીંયા પૂજાઘર પણ બનાવી શકાય છે અને જો શક્ય હોય તો આ જગ્યાએ એક તુલસીનો છોડ લગાવવાથી પણ સારૂ પરિણામ મળે છે. આ જગ્યાએ પ્રકાશ યોગ્ય રીતે આવતો હોય તેનું ધ્યાન રાખો.

* ઘરમાં હંમેશા એકતાને કાયમ રાખવા માટે પરિવારના સભ્યોએ દિવસમાં એક વખત ગમે ત્યારે સાથે બેસીને વાતચીત કરવી જોઈએ.