વાસ્તુશાસ્ત્રના નિયમો અને કર્મ

Webdunia
શુક્રવાર, 30 નવેમ્બર 2007 (12:08 IST)
PARULW.D

પાછલાં થોડાક વર્ષોમાં ભવન નિર્માણનું કામ સંપુર્ણ રીતે આધુનિક અથવા પાશ્ચાત્ય ટેકનીકના આધાર પર કરવામાં આવી રહ્યું છે જેની અંદર વાસ્તુશાસ્ત્રના બધા જ નિયમો તેમજ સિધ્ધાંતોને અલગ કરી દેવામાં આવ્યાં. ફળ સ્વરૂપે તેનું વિપરીત પરિણામ મળ્યું. જો આજે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર મકાનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તો તેનાથી સારા પરિણામ મળી રહ્યાં છે. આ કોઈ કમાલ નથી, ના કોઈ જાદુ છે અને ના કોઈ દૈવી ચમત્કાર. મકાનોની દિશા બદલીને ફક્ત મકાન તેમજ પોતાને પ્રકૃતિના અનુરૂપ કરી શકાય છે. ફળ સ્વરૂપે આના સારા પરિણામો જ મળે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે. પરંતુ આનો આવો અર્થ બિલકુલ નથી નિકળતો કે વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર મકાનનું નિર્માણ કરીને કોઇ પણ સુખી, સમૃધ્ધ અને ધનવાન તેમજ સ્વસ્થ્ય રહી શકે છે. મનુષ્યના સંસ્કાર, ચરિત્ર, નિયમિતતા, કર્મ તેમજ ભાગ્ય પણ મહત્વપૂર્ણ છે.