લાલ પુસ્તકમાં વૃક્ષોનું મહત્વ

Webdunia
N.D

આપણે ત્યાં દેવ સંસ્કૃતિમાં પ્રકૃતિને શક્તિ રૂપમાં પૂંજવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દરેક કાર્યમાં પ્રકૃતિના નિયમનું પાલન કરે છે ત્યારે તે સુખી અને આરોગ્ય રહે છે. લાલ પુસ્તકની અંદર વૃક્ષોનું કેટલુ મહત્વ છે અને વ્યક્તિની કુંડળી અનુસાર કયાં કયાં વૃક્ષ લાભદાયી છે કે નહિ તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

લાલ પુસ્તકની અંદર દરેક ગ્રહ કોઈને કોઈ વૃક્ષનો કારક છે અને કુંડળીમાં જે સારા ગ્રહ છે તેમાં વૃક્ષનું ઘરની પાસે હોવાનુ શુભ માનવામાં આવે છે. ગુરૂનો ગ્રહ પીપળાના વૃક્ષનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરૂ શુભ હોય તો અને જે ભાવમાં બેઠેલો હોય મકાનના તે ભાગમાં કે પછી તે દિશાની તરફ પીપળાનું વૃક્ષ લગાવવું શુભ છે.

આ વૃક્ષમાં ક્યારેક ક્યારેક દૂધ નાંખતા રહેવું જોઈએ અને તેની આજુબાજુ ગંધકી ન રહેવી જોઈએ. સૂર્ય તેજ ફળના વૃક્ષનો કારક છે જે ભાવમાં બેઠેલો છે તે જ ભાવની તરફ ઘરની બહાર કે અંદર વધારે ફળવાળુ વૃક્ષ લાભદાયી રહે છે. શુક્રનો કારક કપાસનો છોડ છે અને મની પ્લાંટ છોડ પણ શુક્રનો કારક છે. કોઈ પણ જમીનમાં આગળ વધવાવાળી વેલ શુક્રની કારક હોય છે.

જો શુક્ર કુંડળીમાં સારો હોય તો ઘરમાં મની પ્લાંટ લગાવવો ખુબ જ શુભ છે. આજકાલના જમાનામાં ઘર અંદરથી એકદમ પાકા હોય છે. એટલા માટે ઘરમાં શુક્ર સ્થાપિત નથી થતો કેમકે શુક્ર કાચી જમીનનો કારક છે. એટલા માટે ઘરમાં ક્યાંય પણ કાચી જમીન ન હોય તો મની પ્લાંટ લગાવવાથી શુભ ફળ આપે છે. મંગળ લીમડાના ઝાડનો કારક છે જેથી તેના ભાવાનુસાર લીમડાનુ ફળ શુભ પરિણામ આપે છે.

કેક્ટસ અને કોઈ પણ પ્રકારના કાંટાવાળા છોડ ઘરમાં લગાવવાના શુભ માનવામાં નથી આવતાં. કેતુ આમલીનું વૃક્ષ, તલના છોડ તેમજ કેળાના ફળનું કારક છે. જો કેતુ ખરાબ હોય તો આ છોડને ઘરની આજુબાજુ લગાવવા ઘરના માલિકના છોકરાઓ માટે અશુભ ફળ કારક હોય છે કેમકે કુંડળીમાં કેતુ તેમના પુત્રને કારક પણ છે.

બુધનો કારક કેળા જે પહોળા પત્તાના વૃક્ષો છે. શનિ કિકર, કેરી અને ખજુરના વૃક્ષનો કારક છે. આ વૃક્ષોને શુભ સ્થિતિમાં પણ ઘરની આસપાસ સ્થાપિત ન થવા દેવા જોઈએ. નારિયેળનું ઝાડ કે આજના જમાનામાં કેક્ટસ રાહુનો કારક છે.