લક્ષ્મીજી અને શ્રીકૃષ્ણનું ચિત્ર મુખ્ય દરવાજાની સામે લગાવો

Webdunia
W.D

જ્યારે પણ આપણે આપણું મકાન બનાવીએ છીએ ત્યારે મનમાં હંમેશા તેવું રહે છે કે અમે જે મકાનને પોતાની કમાણીથી કે કર્જ લઈને બનાવી રહ્યાં છીએ તેની અંદર અમે અને અમારો પરિવાર સુખ શાંતિથી રહી શકીએ. બાળકો ઉન્નતિ કરે. ઘરની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય. ધન-ધાન્યથી ભરપુર થઈને સુખ પૂર્વક જીવન વ્યથિત થાય. આના માટે આપણે થોડુક વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલાં તો જેના નામાથી મકાન હોય તેના માટે જે દિશા શુભ હોય તે દિશાની અંદર જ મકાન બનાવવું જોઈએ. ઘરના બધા જ દ્વારા કરતાં મુખ્ય દ્વાર મોટો હોય તો શુભ રહે છે. મુખ્ય દ્વાર અને અંતિમ દ્વાર એક જ લાઈનમાં ન હોવા જોઈએ. નહિતર આવનાર ઉર્જા ઝડપથી આવીને બહાર નીકળી જાય છે. આની સાથે જ બહાર ચાલતાં વ્યક્તિઓને પણ ઘરની અંદર શું થઈ રહ્યું છે તેની જાણ ખુબ જ સરળતાથી થઈ જાય છે. તેથી મકાનના દ્વાર એક જ લાઈનમાં હોવા જોઈએ નહિ.

જો કોઈ મકાનની અંદર આવું હોય તો તેને પડદો નાંખીને બંધ કરી શકાય છે. કે પછી વચ્ચેના દ્વાર પર ક્રિસ્ટલ બાઉલ લગાવીને તેને દુર કરી શકાય છે. મુખ્ય દ્વારની સામે શૌચાલયનો દરવાજો ન હોવો જોઈએ નહિતર ખરાબ ઉર્જા ઘરની અંદર પ્રવેશે છે અને આવકનો વધારે ખર્ચ થાય છે. જો કોઈના ઘરમાં આવું હોય તો તેને પણ મુખ્ય દ્વારના મધ્ય ક્રિસ્ટલ બોલ લગાવીને આ દોષને દુર કરી શકાય છે. જો બની શકે તો શૌચાલયનો દ્વારા મુખ્ય દ્વારની સામેથી બદલી દેવો જ યોગ્ય રહેશે.

મુખ્ય દ્વારની સામે જો સીડીઓ હોય તો તેનાં ભાગ્યમાં પરિવર્તન થતું રહે છે. આવી સ્થિતિમાં બગુવા મિરર લગાવવો જોઈએ જેથી કરીને તેની દિશામાં પરિવર્તન થાય અને સીડીઓનો ખોટો પ્રભાવ ન પડે. મુખ્ય દ્વારની સામે રસોઈ ઘરનો દ્વાર ન હોવો જોઈએ. કેમકે સારી ઉર્જા રસોઈ ઘરને ટકરાઈને નષ્ટ થઈ જાય છે અને ઘરની અંદર બનતી વસ્તુ આવનાર વ્યક્તિને દેખાઈ પડે છે અને તે શુભ નથી.

મુખ્ય દ્વારની સામે જ જો વહેતા ઝરણાંનું સુંદર ચિત્ર હોય તો તેને તુરંત જ હટાવી દેવું જોઈએ. નહિતર આર્થિક સ્થિતિ દિવસે દિવસે બગડે છે અને ઉન્નતિમાં અડચળ પેદા થાય છે. ધ્યાન રાખો કે મુખ્ય દ્વારની સામે કબાટ કે કાચ ન લાગેલ હોય.

જો તે હોય તો તેની હટાવી દેવો જ શુભ રહેશે. મુખ્ય દ્વારની સામે સુખ સમૃધ્ધિદાયક ચિત્ર લાગેલ હોય તો તે શુભ રહે છે. મુખ્ય દ્વારની સામે લક્ષ્મી અને શ્રીકૃષ્ણનું ચિત્ર લગાવવાથી આવનાર અજાણ્યા વ્યક્તિ પર ખરાબ અસર નથી પડતી અને તેનું મન પ્રસન્ન થવાથી સારી ઉર્જાનો સંચાર થાય છે.