ભારતીય વેદ

સુધિર પિમ્પલે
W.DW.D

પૃથ્વી પર રહેનાર બધા જ જીવોમાંથી મનુષ્યની અંદર જ ચેતના, બુધ્ધિ, જ્ઞાન વગેરે મળી આવે છે. જેના સ્વભાવથી જ મનુષ્ય પ્રકૃતિના જુદા જુદા રૂપોને જાણવા માટે ઉત્સાહિત રહેલ છે. જેવી રીતે કહેવામાં આવે છે કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. મનુષ્યએ ધીરે ધીરે પોતાની આવશ્યકતાના અનુસાર પ્રકૃતિમાં નવી નવી શોધ કરીને પોતાના જીવનના સ્તરને વધાર્યું છે. બ્રહ્માંડની ઉત્પત્તિ પાંચ તત્વોથી થઈ છે તેવું માનવામાં આવે છે- પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તેમજ આકાશ જેને આપણે પાંચ મહાભૂત કહીએ છીએ. આને ઉપયોગમાં લેવાની ચેતના કે બુધ્ધિ મનુષ્યના પાસે નૈસર્ગિક રૂપથી છે જેનાથી મનુષ્ય સુખ શાંતિથી રહીને પોતાની ઉન્નતિ અને કલ્યાણમાં વધારો કરી શકે.

આ જ સંપુર્ણ તેમજ શાશ્વત જ્ઞાનને વેદ કહેવામાં આવે છે. વેદનો અર્થ પુર્ણ રીતે જ્ઞાનથી છે આને અપૌરૂષેય કહેવામાં આવે છે એટલે કે જે કંઇ મનુષ્ય દ્વારા લખવામાં ન આવ્યું હોય. આ પણ એક પ્રાકૃતિક ભેટ છે.

ભારતીય જીવનશૈલીની વેદ અને વૈદિક વાહ્યવ દ્વારા અભિવ્યક્તિ થાય છે. આ દ્રષ્ટિથી ભારતીય ચિંતન દ્વારા જ્ઞાન, મૂળ અને સત્યની શોધ કરતાં રહ્યાં છે. પ્રાચીન કાળની અંદર જ્યારે ભારતીય સંસ્કૃતિ પોતાના શીર્ષ પર હતી ત્યારે તેની અભિવ્યક્તિ પોતાના સંપુર્ણ રૂપમાં થઈ. ત્યાર બાદ આ દુષિત થતી ચાલી ગઈ.

એટલા માટે વર્તમાનના સંદર્ભમાં આ જરૂરી થઈ ગયું છે કે તમે વેદોના શાસ્ત્રીય જ્ઞાનનો અધ્યયન તેમજ અનુસંધાન કરીને તેને આધુનિક યુગની અંદર વ્યાવહારિક તેમજ પ્રાસંગિક બનાવો અને વેદ વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાનના એક પુરક વિષયના રૂપમાં સમજો અને જે પ્રશ્નોના જવાબ આધુનિક વિજ્ઞાનની અંદર નથી મળી શકતાં તેને વેદનું અધ્યયન કરીને મેળવો . જે પ્રાકૃતિક તેમજ ભૌતિક ઘટનાઓના કારણોની જાણકારી આધુનિક વિજ્ઞાનની પાસે નથી તે કારણોની વિવેચના વેદોમાં આપેલ રીતને અજમાવીને કરી શકાય છે.

ઉદાહરણ તરીકે જે બિમારીઓ કે રોગોનો ઈલાજ આધુનિક એલોપેથી દ્વારા સંભવ નથી તેનો ઉપચાર આપણે આયુર્વેદ ચિકિત્સાથી કરીએ કે જ્યોતિષ વિદ્યા અનુસાર, ગ્રહોની શાંતિ, પૂજા, જાપ અથવા રત્ન ધારણ કરીને અથવા વાસ્તુદોષ નિવારણ કરીને અથવા યોગ દ્વારા રોગોને ઉત્પન્ન થતાં રોકી શકીએ છીએ. આ ઉપાય આધુનિક યુગની અંદર પણ ચમત્કારીક સિધ્ધ થઈ રહ્યાં છે. એટલા માટે વેદોને આધુનિક વિજ્ઞાનના પુરક કહેવામાં આવ્યાં છે.

આધુનિક વિજ્ઞાને પૃથ્વીના આકાર, તેની ગુરુત્વાકર્ષણ શક્તિ, તેની ચુંબકીય શક્તિ, તેની ઋતુઓ તેમજ વનસ્થળી અને ચંદ્રમા તેમજ મંગળ વગેરે ગ્રહોના વિશે જે જાણકારી ઉપલબ્ધ કરી છે તે ભારતીય જ્યોતિષશાસ્ત્ર તેમજ અન્ય ગ્રંથની અંદર હજારો વર્ષોથી ઉપલબ્ધ છે.

ભારતને વેદોની ભૂમિ કહેવામાં આવી છે કેમકે વૈદિક જ્ઞાનનું મુળ ભારતવર્ષની અંદર જ માનવામાં આવે છે અને અહીંયાથી જ તેની શરૂઆત થઈ હતી. પરંતુ વૈદિક જ્ઞાનને કોઇ પણ દેશની સીમા-વિશેષ સુધી સીમિત કરી શકાય તેમ નથી. આ સર્વવ્યાપી જ્ઞાન બ્રહ્માંડમાં મનુષ્યના સુખ તેમજ કલ્યાણ માટે હંમેશા વ્યાવહારિક તેમજ પ્રાસંગિક છે.