બેડરૂમમાં ઝઘડાનું કારણ

Webdunia
W.D
આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી શકતાં તેથી બેડરૂમ ઝઘડાનું કારણ બની જાય છે.

તો આવો જાણીએ બેડરૂમમાં ઝઘડો થવાના મુખ્ય કારણો :

નામ-ગુણ મેળાપ : લગ્ન પહેલાં કન્યા અને વરના નામના ગુણો મેળવવામાં આવે છે જેમાં 18 કરતાં વધારે નિર્દોષ ગુણ મળવા જરૂરી છે પરંતુ જો મેળાપમાં દોષ હોય તો બેડરૂમમાં ઝઘડાઓ થાય છે. આ દોષ નીચે પ્રમાણે છે જેવા કે - ગણ દોષ, ભકુટ દોષ, નાડી દોષ, દ્વિદ્વાદશ દોષને મળવા પર શ્રેષ્ઠ નથી માનવામાં આવતું. તેથી જોવામાં આવે છે કે ઉપરોક્તના દોષ હોય અને જો તેનો પ્રભાવ સામાન્ય પણ હોય ત્યારે પણ પતિ-પત્નીમાં બેડરૂમમાં ઝઘડો થવાની શક્યતા વધી જાય છે.

મંગળ દોષ : અહીંયા જ્યોતિષિય અનુભવમાં જોવામાં આવ્યું છે કે જે દંપતિને મંગળ દોષ હોય છે તેમજ જેમના મંગળ દોષનું નિવારણ કોઈ અન્ય ગ્રહથી કરવામાં આવ્યું હોય તેમાં ખાસ કરીને લગ્ન, ચતુર્થમાં સ્થિત મંગળવાળા દંપતિમાં લડાઈ થાય છે કેમકે આનું મુખ્ય કારણ સપ્તમ સ્થાનને શયન સુખ હેતુ પણ જોવામાં આવે છે.

મંગળના દ્વાદશ અને ચતુર્થમાં સ્થિર હોવાને લીધે મંગળ પોતાની વિશેષ દ્રષ્ટિથી સપ્તમ સ્થાનને પ્રભાવિત કરે છે અને આ જ સ્થિતિ લગ્નસ્થ મંગળમાં પણ જોવા મળે છે કેમકે લગ્નસ્થ મંગળ જાતકને અભિમાની, અડિયલ વલણ અપનાવવાનો ગુણ આપે છે.

શુક્રની સ્થિતિ: જ્યોતિષમાં શુક્રને સ્ત્રી સુખ પ્રદાતા માનવામાં આવે છે અને શુક્રની સ્થિતિ અનુસાર જ પતિ-પત્નીથી સુખ મળવાનો નિર્ધારણ વિજ્ઞ જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવે છે. જો શુક્ર નીચનો હોય અથવા અષ્ટમમાં હોય તો બેડરૂમમાં ઝઘડા થવાની શક્યતા રહે છે. શુક્રના દ્વાદશમાં હોવાથી ધર્મપત્નીને સુખ પ્રાપ્તિમાં ઉણપ રહે છે. આ યોગ મેષ લગ્નના જાતકમાં ખાસ રહે છે અને બેડરૂમમાં ઝઘડા થાય છે.