દક્ષિણમુખી મકાન અને વાસ્તુ

Webdunia
W.D

વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી રાખનારા વ્યક્તિઓ પોતાના ધ્યાનમાં એક વાત રાખે છે કે દક્ષિણમુખી નિવાસ કરવાથી ક્યારેય પણ સુખી રહી શકાતુ નથી. આ ભયને લીધે ભારતમાં ઘણી જગ્યાએ દક્ષિણમુખી પ્લોટ લાંબા સમય સુધી ખાલી જ પડી રહે છે અને વેચનારી વ્યક્તિને પ્લોટની કિંમત ઓછી કરીને વેચવો પડે છે. જ્યારે કે સાચી વાત આનાથી એકદમ વિરુદ્ધ જ છે.

સાચી વાત તે છે કે જો દક્ષિણમુખી મકાન વાસ્તુને અનુકૂળ બન્યું હોય તો માણસ બીજી દિશાઓની સરખામણીમાં વધારે માન અને યશ પ્રાપ્તિ મેળવે છે. ત્યાં રહેનારાઓનું જીવન વૈભવશાળી હોય છે. પરિવાર બધી જ બાજુએથી આગળ વધીને સુખી અને સરળ જીવન પસાર કરે છે.

યમના અધિપત્ય અને મંગળ ગ્રહના પ્રભાવવાળી દક્ષિણ દિશા પૃથ્વી તત્વની પ્રધાનતાવાળી દિશા છે. એટલા માટે દક્ષિણમુખી પ્લોટ પર મકાન બનાવતી વખતે વાસ્તુના અમુક સિદ્ધાંતોનુ પાલન કરવામાં આવે તો નક્કી છે કે તેમનું જીવન પૂવ કે ઉત્તર દિશામાં રહેનારા લોકો કરતાં વધારે સુખી અને સરળ થઈ જશે.

* દક્ષિણમુખી પ્લોટ પર કંપાઉંડ વોલ પર ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ અગ્નિ ખુણામાં રાખો. કોઈ પણ કિંમતે દક્ષિણ અગ્નિ કે દક્ષિણ નૈઋત્યમાં ન રાખશો. દક્ષિણ નૈઋત્યમાં જ દ્વાર રાખવાની મજબુરી હોય તો આવી સ્થિતિની અંદર તે પ્લોટ પર મકાન ન બનાવશો અને તે પ્લોટને વેચી દો. કેમકે દક્ષિણ નૈઋત્યમાં દ્વાર રાખીને વાસ્તુને અનુકૂળ ઘર બનાવવું શક્ય નથી.
W.D

* જ્યાં દક્ષિણ અગ્નિનો દ્વાર વધારે શુભ હોય છે ત્યાં દક્ષિણ નૈઋત્યનો દ્વાર ખુબ જ નુકશાનકર્તા અને અશુભ છે. દક્ષિણ નૈઋત્યના દ્વારનો કુપ્રભાવ ખાસ કરીને પરિવારની મહિલાઓ પર પડે છે. તેમને માનસિક અને શારીરિક કષ્ટ રહે છે. આ જ દ્વાર પરિવારની આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે. દ્વારના આ દોષની સાથે જો મકાનના ઈશાન ખુણામાં પણ કોઈ વાસ્તુદોષ હોય તો આ પરિવારમા કોઈ પણ સભ્યની સાથે અનહોનીનું કારણ બની શકે છે.

* કોઈ પણ પ્રકારના ભુમિગત ટૈંક જેવા ફ્રેશ વૉટર ટૈંક, બોરિંગ, કુવો વગેરે માત્ર ઉત્તર દિશા, ઉત્તર ઈશાન કે પૂર્વ દિશાની વચ્ચે જ કંપાઉંડ વોલની સાથે બનાવો અને સેપ્ટિક ટૈંક ઉત્તર તેમજ પૂર્વ દિશામાં જ બનાવો. ધ્યાન રાખો કે સેપ્ટિક ટૈંક ઈશાન ખુણામાં ન બનાવો.

* પ્લોટ પર મકાનનું નિર્માણ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે મકાનનો ઈશાન ખુણો ઓછો, કપાયેલો, ગોળ, ઉંચો વગેરે ન હોવો જોઈએ અને નૈઋત્ય ખુણો વધેલો કે નીચો ન હોવો જોઈએ.

* મકાન બનાવતી વખતે તેની ઉંચાઈ પ્લોટ કરતાં એકથી બે ફુટ ઉંચી અવશ્ય રાખો. આખા મકાનના ફર્શનું લેવલ એક સમાન રાખો. ભવનના કોઈ પણ ભાગનું ફર્શ ઉંચું કે નીચું ન રાખશો એટલે કે સમતલ રાખો. જો સાફ-સફાઈ માટે થોડોક ઢાળ આપવા માંગતાં હોય તો તેને ઉત્તર, પૂર્વ દિશા કે ઈશાન ખુણાની અંદર આપી શકો છો. આ રીતે પ્લોટના ખુલ્લા ભાગનો ઢાળ પણ ઉત્તર, પૂર્વ દિશા તેમજ ઈશાન ખુણા તરફ આપો. જેથી કરીને વરસાદનું પાણી ઈશાન ખુણાએથી થઈને બહાર નીકળી જાય.