જમીન-વૃક્ષારોપણ અને વાસ્તુશાસ્ત્ર

Webdunia
N.D

જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલાં હોય ત્યાં મકાનનું નિર્માણ કરવું ઉત્તમ છે તુલસીનો છોડ પોતાના મકાનની ચારે બાજુ અને 90 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ રાખે છે જેમ કે શાસ્ત્રોમાં આ છોડને ખુબ જ પવિત્ર તેમજ પૂજનીય માનવામાં આવ્યો છે.

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વનું સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચકરે પણ વાતાવરણની શુદ્ધતા માટે વૃક્ષોનું મહત્વ વધારે જણાવ્યું છે. અંતતોગત્વા જમીન પર ઉત્પન્ન થનાર વૃક્ષોનાં આધારે જમીનની પસંદગી કરવામાં આવે છે.

કાંટાળા વૃક્ષો ઘરની નજીક હોવાથી શત્રુઓનો ભય રહે છે. દુધવાળુ વૃક્ષ ઘરની નજીક હોવાથી ધનનો નાશ થાય છે. ફળવાળા વૃક્ષ ઘરની નજીક હોવાથી સંતતિનો નાશ થાય છે. તેમના લાકડા પણ ઘરમાં લગાવવા અશુભ રહે છે. કાંટાળા અને અન્ય વૃક્ષોને કાપીને તેની જગ્યાએ અશોક, પુન્નાગ અને શમીના છોડ લગાવો તો ઉપર્યુક્ત દોષ લાગતો નથી.