જમીનની પસંદગી

Webdunia
NDN.D

કોઇ પણ રીતના મકાનનું નિર્માણ કરતાં પહેલાં જમીનની પસંદગી કરવી એ ખુબ જ મહતવપુર્ણ કાર્ય છે. જેવી રીતે કહેવમાં આવે છે કે કોઇ પરિવારની મહિલા જો કુશળ, સારી અને ભાગ્યશાળી હોય તો આખો પરિવાર સુખી અને સંપન્ન રહે છે. બીલકુલ એવી જ રીતે જો કોઇ મકાનની જમીન સારી હશે તો તેમાં રહેનાર પરિવાર સુખી, સંપન્ન અને સ્વસ્થ રહે છે.

આના માટે જરૂરી છે જમીનની પસંદગી વાસ્તુશાસ્ત્રના નિયમો અને સિધ્ધાંતોને અનુરૂપ કરવી જોઈએ. જેવી રીતે જમીનનો પ્રકાર-આકાર, તેની લાગતી વળગતી દિશાઓ, જમીનમાં ખાડા ટેકરા, રસ્તાની સ્થિતિ, માટીનું નિરિક્ષણ વગેરેની સાથે સાથે નિર્માણાધિન મકાનનું આયોજન, જમીનના સ્વામીનો વર્ણ, જન્મ નક્ષત્ર તેમજ પત્રિકાઓના મુળ યોગને અનુસાર જમીનની પસંદગી કરવી જોઈએ.