ઘરનું નિર્માણ યોગ્ય સમયે કરો

Webdunia
N.D

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાનું મકાન હોય. વાસ્તુશાસ્ત્રમાં ભવન નિર્માણના સંબંધે કેટલીયે વાતો કહેવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે જ્યારે શનિવારે સ્વાતિ નક્ષત્ર, શ્રાવણ માસ, શુભ યોગ, સિંગ લગ્ન, શુક્લ પક્ષ તેમજ સપ્તમી તિથિનો યોગ એકીસાથે આવતો હોય તો આ મૂહુર્તની અંદર કાર્યની શરૂઆત કરવી જોઈએ તે સર્વશ્રેષ્ઠ છે.

પરંતુ આ સાતેય યોગ ક્યારેય જ ભેગા થાય છે. કયા મહિનામાં નિર્માણ કરવાથી શુ ફળ મળે છે તે આવો જાણીએ-

મહિના પ્રમાણે ફળ :

ચૈત્ર (માર્ચ-એપ્રિલ) - તણાવ, રોગ, પરાજ્ય, અવનતિ
વૈશાખ (એપ્રિલ-મે)- આર્થિક લાભ, શુભ
જેઠ (મે-જુન)- વધારે પડતુ કષ્ટ
અષાઢ (જુન-જુલાઈ)- વધારે પડતી મુશ્કેલીઓ
શ્રાવણ (જુલાઈ-ઓગસ્ટ)-પરિજનો માટે શુભ અને વૃદ્ધિ
ભાદરવો (ઓગસ્ટ-સપ્ટેમ્બર)-સામાન્ય, કોઈ અર્થ લાભ નહિ
આસો (સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર)- પારિવારીક ક્લેશ, સંબંધોમાં ભંગાણ.
કારતક (ઓક્ટોમ્બર-નવેમ્બર)-સમસ્યાજનક
માગશર (નવેમ્બર-ડિસેમ્બર)-ઉન્નતિ સંપન્નતા અને સુખ.
પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી)-સંપન્નતા અને ચોરીનો ભય.
મહા (જાન્યુઆરી-ફેબ્રુઆરી)-અનેક લાભ પરંતુ અગ્નિનો ભય.
ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)-સર્વોત્તમ, હંમેશા લાભ.

મહિનો નિશ્ચિત કરી લીધા બાદ રાશિસ્થ સૂર્ય પણ જાણવો જોઈએ.
* મેષ- શુભ અને લાભદાયક.
* વૃષભ- નાણાકિય લાભ.
* મિથુન- અપ્રિય ઘટના ઘટવાની શક્યતા.
* કર્ક- શુભ, સારૂ પરિણામ.
* સિંહ- વિઘ્ન વિના કાર્ય પૂર્ણ થાય.
* કન્યા- સ્વાસ્થ્યની ચિંતા ઉપજે.
* તુલા- શાંતિ, તથા નિરંતર કાર્યરત.
* વૃશ્વિક- સંપતિમાં વૃદ્ધિ.
* ધનુ- શારીરિક હાનિ થવાની સંભાવના.
* મકર-આર્થિક લાભ.
* કુંભ- મૂલ્યવાન આભૂષણ સંગ્રહ. અને સંપતિ લાભ.
* મીન- સ્વાસ્થ્ય અંગે ચિંતા.

તિથિ- ભવનમાં તિથિનું પણ મહત્વ છે. કોઈ પણ કાર્ય પ્રતિપદા, ચતુર્થા, અષ્ટમી, નવમી, ચતુર્દશી તેમજ અમાવસે ક્યારેય પણ શરૂ કરવું જોઈએ નહિ.
લગ્ન- વૃષભ, મિથુન, વૃશ્ચિક અને કુંભનો સુર્યોદય ઉત્તમ ફળદાયી રહે છે.
વાર- સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર માન્ય તેમજ સારા માનવામાં આવે છે.