કેવુ હોવુ જોઈએ ઘર અને દેવઘર

Webdunia
W.D
જેવી પવિત્રતા મંદિરમાં રાખવામાં આવે છે, ત્યાં જેવા નિયમોનુ પાલન ત્યાં કરવામાં આવે છે, એવુ લાખ પ્રયત્ન કરવા છતા પણ આપણે આપણા ઘરમાં નથી રાખી શકતા. ઘરને સુંદર ઘર રહેવા દો. પરંતુ એટલુ પવિત્ર કરવાની કોશિશ ન કરો કે આપણે સહજતાપૂર્વક જીવવાનુ જ ભૂલી જઈએ.

પૂજાનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ. બ્રહ્મ મૂહુર્ત સવારે 3 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી પહેલાનો સમય નક્કી કરો. ઈશાન ખૂણામાં મંદિર સર્વશ્રેષ્ઠ હોય છે. આપણુ મોઢુ પૂજા સમયે ઈશાન પૂર્વ અથવા ઉત્તરમાં હોવુ જોઈએ જેનાથી આપણને સૂર્યની ઉર્જા અને ચુંબકીય ઉર્જા મળી શકે. તેનાથી આપણો આખો દિવસ શુભ રહે છે. ઓછામાં ઓછા દેવી-દેવતા પૂજા સ્થાનમાં સ્થાપિત કરો. દેવી-દેવતાઓને એક સ્વરૂપમાં સ્થાપિત કરો.

મનને પવિત્ર રાખો. બીજાના પ્રત્યે સદ્દભાવના રાખશો તો તમારી પૂજા સાત્વિક રહેશે અને ઈશ્વર તમને હજાર ગણું આપશે. તમારા દુ:ખ ઈશ્વર પ્રત્યેની અપાર શ્રધ્ધા દ્વારા જ દૂર થઈ શકે છે.

ઓછામાં ઓછી મૂર્તિઓ, ઓછામાં ઓછા ફોટા(નાની સાઈઝના), પાઠ, મંત્રોચ્ચાર, ઓછામા ઓછો સમય એકાંતમાં રહેશો તો સાચા શબ્દોમાં પૂજા-પ્રાર્થના સાર્થક થશે. એક ગૃહસ્થએ આ નિયમ અપનાવવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ આવશે. ઈશ્વરની સેવામાં થોડુ દાન-પુણ્ય, ગૌ સેવા, માનવ સેવા કરો.