દેવુ ચુકવવાના સરળ ઉપાય-2

Webdunia
W.D
દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર કે મધ્ય ભાગનું ચમકીલુ ભોયતળીયું ઉંડાઈ દર્શાવે છે જે વિનાશનો સુચક છે. ભોયતળીયા પર કાલીન કે ગાલીચો પાથરી રાખવાથી દેવાળાપણાથી બચી શકાય છે. દરવાજા ઉત્તર-પુર્વમાં હોવા જોઈએ.

પશ્ચીમ-દક્ષિણ ભાગમાં ભોયતળીયા પર ઉંધુ દર્પણ રાખવાથી ભોયતળીયું ઉંચુ ઉઠી જાય છે. ફળસ્વરૂપે દેવામાંથી મુક્તિ મળી જાય છે. ઉત્તર કે પુર્વ તરફ ભુલથી પણ ઉંધુ દર્પણ ન લગાવશો, નહિતર દેવા પર દેવુ થતુ જશે. ખોટી દિશામાં લાગેલા દર્પણ જોરદાર વાસ્તુદોષના કારક હોય છે. સીડીઓ ક્યારેય પણ પુર્વ કે ઉત્તરની દિવાલ સાથે ન બનાવશો. સીડીઓનું વજન હંમેશા દક્ષિણની દિવાલ પર આવવું જોઈએ. આવુ ન થવા પર આવકના લાભના સાધનો ખત્મ થઈ જાય છે. સીડી હંમેશા ક્લોક વાઈઝ દિશામાં જ બનાવવી જોઈએ. દેવાથી બચવા માટે ઉત્તર દિશા તરફથી દક્ષિણ દિશા તરફ વધો. સીડીનું પહેલુ પગથિયુ મુખ્ય દ્વારથી દેખાવું ન જોઈએ, નહિતર લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે.

જે ઘરની વચ્ચે ત્રણ કે ત્રણથી વધારે દરવાજા હોય તેની વચ્ચે ક્યારેય પણ ન બેસવું જોઈએ. નહીતર જ્ઞાનમાં ઉણપ થાય છે અને તિજોરી પણ ખાલી થઈ જાય છે. જો મુખ્ય દ્વાર કે ઘર પર ઝાડ, વિજળીનો થાંભલો, કે કોઈ અન્ય વસ્તુનો પડછાયો પડી રહ્યો હોય તો તેને તુરંત જ દૂર કરી દો કે પછી ઘરની આગળ પાકુઆ દર્પણ લગાવી દો. પાકુઆ દર્પણનું મોઢુ ઘરની બહારની તરફ હોવું જોઈએ.

મુખ્ય દ્વારની પાસે એક નાનકડો ગેટ લગાવડાવો, જેથી કરીને દેવાથી મુક્તિ મળી જશે. દેવાથી મુક્તિ મેળવવા માટે ઉત્તર કે પુર્વની તરફ એક બે બારીઓ બનાવડાવો અને તેને વધારે ખોલીને રાખો. ઉત્તર-પુર્વ ભાગમાં નીચેના તળીયા પર દર્પણ મુકીને ઉત્તરી-પુર્વ ભાગની ઉંડાઈ જોઈ શકાય છે.

W.D
આ રીતે કોઈ પણ તોડફોડ કર્યા વિના તળીયામાં ઉંડાઈ આવી જાય છે અને તે લાભપ્રદ રહે છે. ઈશાન ખુણામાં પૂજાસ્થળની નીચે પત્થરનું સ્લેબ ન લગાવશો નહિતર વધારે પડતાં દેવામાં ડુબી જશો. ઉત્તર-પુર્વ ભાગમાં દિવો પ્રગટાવવો ઘાતક સાબિત થઈ શકે છે. આ ખુણામાં હવન કરવાથી વ્યાપારમાં ખોટ જાય છે, તેમજ આવુ કરવું દેવુ અને મુશ્કેલીઓને નોતરે છે કેમકે આ દિશા પાણીની છે.

પૂજારૂમના અગ્નિખુણામાં પૂજા કરો. ઉત્તર-પુર્વમાં લાકડાનું મંદિર મુકો જેની નીચે ગોળ પહીયા હોય. લાકડીના મંદિરને દિવાલ સાથે અડકાવીને ન રાખશો. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પત્થરની મૂર્તિ ન રાખશો, વજન વધશે. ઘરમાં તુટેલા વાસણ અને તુટેલો ખાટલો ન રાખવો અને તુટેલા-ફૂટેલા વાસણોમાં જમવાનું પણ બનાવવું નહિ. આનાથી દરિદ્રતા વધે છે. ઘરના દ્વાર પર જે ઉત્તર દિશા તરફ હોય ત્યાં અષ્ટખુણાવાળો અરીસો લગાડો. ઘરમાં આવતી જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓથી બચી શકાય છે.