Makar Sankranti 2021: 14 કે 15 જાન્યુઆરી ? જાણો મકર સંક્રાંતિની તારીખ અને પુણ્ય કાળ મુહૂર્ત

Webdunia
ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (01:47 IST)
મકર સંક્રાંતિ હિન્દુઓનો મુખ્ય તહેવાર હોય છે. પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ તહેવાર ઉજવાય છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી(Makar Sankranti 2021)ના રોજ ઉજવાશે.  મકર સંક્રાંતિથી જ ઋતુ પરિવર્તન પણ થવા માંડ્યુ છે. આ દિવસે સ્નના અને દાન પુણ્ય જેવા કાર્યોનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે ખિચડી (Khichdi 2021) બનાવવા અને ખાવાનુ ખાસ મહત્વ હોય છે. આ જ કારણે આ તહેવારને અનેક સ્થાન પર ખિચડીનુ પર્વ પણ કહેવામાં આવે છે. 
 
એવી માન્યતા છે કે આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિનો સંબંધ આ તહેવાર સાથે હોવાને કારણે આ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થાય છે. તેથી અહીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. જો કુંડળીમાં સૂર્ય કે શનિની સ્થિતિ ખરાબ હોય તો આ તહેવાર પર ખાસ પ્રકારની પૂજા દ્વારા તેને ઠીક કરી શકાય છે. 
 
મકર સંક્રાંતિ મુહૂર્ત (Makar Sankranti Shubh Muhurat)
 
પુણ્યકાળ મુહૂર્ત:  સવારે 08:03:07 થી 12:30:00 સુધી
મહાપૂણ્ય કાળ મુહૂર્ત: સવારે 08:03:07 થી 08:27:07 સુધી 
 
મકરસંક્રાંતિના રોજ શુ કરવુ  ?
 
આ દિવસે વહેલી સવારે સ્નાન કરી લોટામાં લાલ ફુલ અને ચોખા નાખીને સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. શ્રીમદભાગવદના એક પાઠ કરો અથવા  ગીતાનો પાઠ કરો. નવુ અનાજ, ધાબળો, તલ અને ઘીનુ દાન કરો. ભોજનમાં નવા અનાજની ખિચડી બનાવો. ભોજન ભગવાનને સમર્પિત કરીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. સાંજે અન્નનુ સેવન ન કરો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને વાસણ સહિત તલનુ દાન કરવાથી શનિ સાથે જોડાયેલ દરેક પીડાથી મુક્તિ મળે છે. 
 
મકર સંક્રાતિનુ મહત્વ 
 
મકર સંક્રાંતિનુ મહત્વ (Makar Sankranti Significance)
 
મકર સંક્રાંતિના તહેવારને ક્યાક ક્યાક ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયી હોય છે.  આ દિવસે શનિદેવ માટે પ્રકાશનુ દાન કરવુ પણ ખૂબ શુભ હોય છે. પંજાબ, યૂપી, બિહાર અને તમિલનાડુમાં આ સમયે નવો પાક કાપવાનો હોય છે.  તેથી ખેડૂત આ દિવસને આભાર દિવસના રૂપમાં પણ ઉજવે છે. આ દિવસે તલ અને ગોળથી બનેલી મીઠાઈ વહેચાય છે.  આ ઉપરાંત મકર સંકાંતિના દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે. 
 

સંબંધિત સમાચાર

Next Article