Lakheswer Mahadev Temple - લાખેશ્વર મહાદેવ

Webdunia
મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (08:44 IST)
lakheshwar temple kutch


Lakheswer Mahadev Temple- 10મી સદીમાં બનેલું લાખેશ્વર મહાદેવ મંદિર કચ્છના સૌથી સુંદર મંદિરોમાંનું એક છે. 1200 વર્ષ જૂનું આ મંદિર અનેક ધરતીકંપ અને કુદરતી આફતો બાદ પણ આજે અડીખમ ઉભું છે. ભુજ શહેરમાં સત્યનારાયણ મંદિરમાં આવેલ લાખેશ્વર મહાદેવજી મંદિર જુદી ભાત પાડે છે. 
 
લાખેશ્વર મહાદેવજી મંદિરનો ઇતિહાસ : કચ્છના સૌથી સુંદર લાખેશ્વર મહાદેવ મંદિરને  શિવ મંદિર, કેરા, કેરાકોટના લાખેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે, તે ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ નજીકના કેરા ગામમાં આવેલું છે.
 
 ભુજથી 22 કિલોમીટરના અંતરે આવેલું કેરા ગામ સુંદર નાનું નગર છે. આ ગામમાં એક ગઢ આવેલું છે જે લાખા ફુલાણીએ 10મી સદીમાં બંધાવેલો છે.  કેરા ગામની બાજુમાં કપિલ મુનિનો આશ્રમ આવેલ છે. આથી કેરાને કપિલ કોટ પણ કહેવાય છે. લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે તે લગભગ દસમી સદીમાં બંધાયેલું છે મંદિરને 1819  અને 2001૦૦૧ના ભૂકંપ જોયા છતાં મંદિરનું શિખર, ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ અડીખમ છે. ૧૦મી સદીમાં સોલંકી વંશ દ્વારા કરાવાયું હોવાનો અંદાજ છે અમુક સ્થળે ૯મી થી 11 મી સદીમાં બંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ મળ્યો છે. 

<

When visiting the breathtaking White Rann of Kutch, don't miss the ancient 10th-century Shivji Temple, also known as Lekheshwar Temple or Kerakot Temple!

Located in Kera village near Bhuj, this magnificent temple was built during the Chaulukya dynasty and is dedicated to Lord… pic.twitter.com/nP0wPzhZMs

— Harsh Sanghavi (@sanghaviharsh) December 23, 2024

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

Next Article