ધન પ્રાપ્તિ કરાતા તંત્ર પ્રયોગોમાં ઘણી વસ્તુઓના ઉપયોગ કરાય છે. કમળકાકડી પણ એમાંથી એક છે. શત્રુજન્ય કષ્ટોથી બચાવ માટે મંત્ર જાપ પણ કમળ કાકડી ની માળાથી કરાય છે.
1. દરરોજ 108 કમળકાકડીના મણકાથી આહુતિ આપો અને એવું 21 દિવસ સુધી કરશો તો આવતી પેઢી સંંમ્પન્ન બની રહે છે.
2. કમળકાકડીની માળા લક્ષ્મીના ચિત્ર પર પહેરાવી કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરો તો ઘરમાં હમેશા લક્ષ્મીના આગમન બન્યું રહે છે.
3. શુક્રવારે દેવી લક્ષ્મીની સવારે અને સાંજ એ બન્ને સમયે સ્નાન પછી યથાશક્તિ લાલ વસ્ત્ર પહેરી લાલ સામગ્રીઓથી પૂજા કરો.
4. દેવી ની ચાંદી કે કોઈ પણ ધાતુની બનેલી પ્રતિમાને દૂધ , દહી , ઘી , ખાંડ અને મધથી બનેલા પંચામૃત અને પવિત્ર જળથી સ્નાન કરાવ્યા પછી લાલ ચંદન , કંકુ , લાલ અક્ષત , કમળ ગુલાબ કે ઉમરડાના (fig tree)ફૂલ ચઢાવીને ઘરમાં બનેલી દૂધની ખીરનો ભોગ લગાડો.
5. પૂજા પછી નીચે લખેલા મંત્રોમાંથી કોઈ પણ એક કે બન્નેનું લાલ આસન પર કમળકાકડીની માળાથી ઓછામાં ઓછા 108 વાર જાપ કરો.
ૐ હ્રીં ક્લીં શ્રીં
ૐ હ્રીં શ્રીં સૌં
શ્રીં હ્રીં ૐ મહાલક્ષ્મ્યૈ નમ:
ૐ મહાલક્ષ્મ્યૈ નમ:
6.પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની આરતી કરો , પ્રસાદ ગ્રહણ કરો અને માતાને ચઢાવેલું કંકુ કાગળમાં બાંધી તિજોરીમાં મુકી દો.
7. જો દુકાનમાં કમળકાકળી ની માળા પાથરીને એના પર લક્ષ્મીનો ફોટો સ્થાપિત કરાય તો વ્યાપારમાં હમેશા ઉન્નતિ થાય છે.
8. જો માણસ દર બુધવારે 108 કમળકાકડીના દાણાને લઈને ઘી ના સાથે એક -એક કરીને અગ્નિમાં 108 આહુતિઓ આપે છે. એમના ઘરમાંથી દરિદ્રતા હમેશા માટે ચાલી જાય છે.
9. જે માણસ પૂજા પાઠના સમયે કરેલ માળા ગળામાં ધારણ કરે છે એના પર લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.
10. શુક્રવારે , દીવાળી , નવરાત્રિ કે કોઈ દેવી ઉપાસનાના ખાસ દિવસે કમળકાકળીની માળામાંથી જુદા-જુદા રૂપોમાં લક્ષ્મી મંત્ર જપ દેવી લક્ષ્મીની કૃપાથી ધન એશ્વર્ય અને યશ મેળવવા કામનાસિદ્ધિ અને મંત્ર સિદ્ધિના અચૂક ઉપાય ગણાય છે.