Viral Video -પરિણીતાને નિર્વસ્ત્ર કરી દોડાવી

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (11:57 IST)
આજકાલ લોકોની માનસિકતા ખબર નહી ક્યા જઈ રહી છે.  કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવે કે તેને સતાવવાનો વિચાર પણ આવે તો લોકો તેના જીવ સાથે રમે છે કા તો સરેઆમ તેની આબરૂ લીલામ કરે છે. આવા જ એક કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે 14-15 લોકોનુ ટોળુ એક અર્ધનગ્ન મહિલા પાછળ દોડી રહ્યુ છે.  
 
સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારી અને બાઇક પાઠળ સાંકળથી બાધી રોડ પર ઢસડી હતી.
 
મહિલા ખૂબ આજીજી કરે છે છતાં નીચ લોકો તેની સાથે ક્રૂરતાથી રમી રહ્યા છે, મારી રહ્યા છે. મહિલા દોડીને હાંફીને પડી જાય છે તો તેઓ તેને રોડ પર ઢસડે છે અને અધૂરામાં પૂરું કે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને આરોપીઓએ વાઇરલ કર્યો છે. 

<

મહિલાના વસ્ત્રો કાઢીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ઢસડી, દોડાવી, મારી!!!

દાહોદ | અમુક ઘટનાઓને સમાજને કલંકિત કરનારી ઘટનાઓથી પણ વિશેષ ઉપાધિ આપવી પડે. એવું જ કઈક થયુ છે ગુજરાતના દાહોદમાં..

35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક… pic.twitter.com/ak1ffS1Aag

— Sagar Patoliya (@kathiyawadiii) January 31, 2025 >
 
મહિલાએ પોલીસ ફરિયાદ કરતાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article