Winter Skin Care - શિયાળામાં સ્કિન કેર

શનિવાર, 28 નવેમ્બર 2020 (12:23 IST)
શિયાળામાં દરેક ત્વચા ડ્રાય થઈ જાય છે. શિયાળામાં વાળ અને ત્વચાનું સૌથી વધુ ધ્યાન રાખવુ પડે છે. આવો આજે જાણીએ ત્વચાની કેર વિશે. શિયાળો ત્વચા માટે સૌથી ખરાબ ઋતુ છે ખાસ કરીને જેમની ત્વચા શુષ્ક હોય છે તેમને આ ઋતુમાં અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. જેમ કે ત્વચાની પોપડી જામી જવી, ખણ આવવી વગેરે. આ મુશ્કેલીઓથી બચવા માટે તમારે દરરોજ થોડો સમય ફાળવી ત્વચાની કેટલીક સામાન્ય કાળજી લેવાની જરૂર હોય છે. 
 
સામાન્ય શુષ્ક ત્વચા માટે : એલોવીરા, લીંબુ અને થોરવાળું ક્લિન્ઝર વાપરો. એલોવીરા તમારી ત્વચાનું મોઇશ્ચર પાછું લઇ આવશે. તે એક પ્રકારનું એન્ટીઓક્સિડેન્ટ છે જે તમારી ત્વચાના કોષોને તાજા કરવાનું કામ કરશે. ચહેરા પરના નકામા કોષો પણ એલોવીરાના ઉપયોગથી દૂર થશે, તો વળી ચહેરા પર કરચલીઓ પડવાની સમસ્યામાંથી પણ તમને રાહત મળશે.
 
ત્વચાને મોઇશ્ચ્યુરાઇઝ્ડ રાખો : શિયાળા દરમિયાન ત્વચાનું બહારનું લપડ બહુ શુષ્ક થઇ જાય છે માટે ચહેરાના મોઇશ્ચરને જાળવી રાખવા માટે મથ્યા રહેવું બહુ જરૂરી છે. જેમની ત્વચા તૈલી છે તેમણે પણ ત્વચાને મુલાયમ રાખવા માટે ક્લિન્ઝિંગ બાદ મોઇશ્ચ્યુરાઇઝિંગ લોશન અચૂક લગાવવું.
 
સનસ્ક્રીનનો ઉપયોગ કરો : શિયાળામાં સામાન્ય રીતે દરેકને તડકામાં બેસવુ ગમે છે. પણ એ જાણવું જરૂરી છે કે વધારે પડતો તડકો ત્વચાને કરચલીઓ તરફ દોરી જાય છે. માટે તડકામાં જવાની 15 મિનિટ પહેલા સનસ્ક્રીન લોશન લગાવો, જેથી તમે તડકામાં પહોંચશો તે પહેલા સનસ્ક્રીન તમારી ત્વચામાં યોગ્ય રીતે ભળી ગયું હશે. જો તમે તડકામાં 30 મિનિટ કરતા વધુ રોકાવાનો હોવ તો ફરીથી સનસ્ક્રીન લગાવો.
 
ત્વચાનું પોષણ : જો તમારી ત્વચા સામાન્ય શુષ્ક હોય તો રોજ સૂતા પહેલા તેને યોગ્ય પોષણ પૂરું પાડો. ત્વચા પર એન્ટી એજિંગ ક્રીમ લગાડો અને થોડા પાણીની સાથે તેને મસાજ કરો. તમારું ક્રીમ વિટામિન એ અને ઇથી ભરપુર હોવું જોઇએ.
 
વધારે પડતી શુષ્ક ત્વચા માટે : 
- જો તમારી ત્વચા વધારે શુષ્ક છે તો સાબુ વાપરવાનું છોડી દો.
- ત્વચા સાફ કરતા પહેલા કે નહાતા પહેલા લીંબુ-હળદરનું ક્રીમ લગાવો. જેની મદદથી તમારી ત્વચાનું મોઇશ્ચર ખાલી થતું અટકી જશે. ત્વચા મુલાયમ પણ બનશે. 
- નાહ્યા બાદ તુરંત જ જ્યારે ત્વચા થોડી ભેજવાળી હોય ત્યારે બોડી લોશન લગાવો. તેનાથી તમારી ત્વચાને મોઇશ્ચર મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર