રાજકોટના શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 કોરોના દર્દીઓના મોત થયા છે. આ ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખે શુક્રવારે શહેરના તમામા ફાયર ઓફિસરો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સુરતની કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગે સર્વે કર્યો, કેટલી હોસ્પિટલોમાં ફાયર વિભાગની એનઓસી છે તેની જાણકારી પ્રાપ્ત કરી.
ફાયર વિભાગે એનઓસીનો સર્વે કર્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે હોસ્પિટલમાં એસીના કારણે પાવર લોડ વધુ હોય છે જેના લીધે પણ નોટીસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં આગળના ગ્લાસનું એલિવેશન કરવામાં આવે છે. જેથી હવા પ્રકાશ રોકવા સાથે આગ જેવી દુર્ઘટનામાં એલિવેશન ખૂબ ખતરનાક સાબિત થાય છે. એવા એલિવેશન દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગે સંકલનમાં ફાયર વિભાગ દ્વારા વિશે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.