કોરોના દર્દીઓની સેવા કરીને સૌરાષ્ટ્રથી સુરત ફરી રહેલા ત્રણ યુવકો નડ્યો અકસ્માત, આપના હતા કાર્યકર્તા

શનિવાર, 15 મે 2021 (19:10 IST)
કોરોનાકાળમાં લોકોને મહામારીના લીધે મોતનો ડર સતાવી રહ્યો છે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું  નહી હોય કે મોત કોઇપણ રૂપમાં આવી શકે છે. સૌરાષ્ટ્રથી સુરત પરત ફરી રહેલા યુવકોની સાથે પણ આવું જ કંઇક થયું. તે કોરોનાના દર્દીઓની સેવા કરીને સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે વડોદરા નજીક હાઇવે પર તેમની કાર ડિવાડર કૂદીને સામે તરફ પલટી ખાઇ જતાં સુરતના વોર્ડ નંબર 14 માતાવાડીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ગોદાણીનું વડોદરા નજીક અકસ્માતમાં મોત થયું છે. તેમની સાથે અન્ય સેવા કરવા ગયેલા 2 યુવાનના મોત નિપજ્યા છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય યુવક આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા. મૃતકોના નામ છે અશોક ગોદાણી, સંજય ગોદાણી અને રાજૂ ગોંડલિયા. ઘટના વડોદરા પાસે નેંશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી પાસે સર્જાઇ હતી. 
 
કાર ડ્રાઇવરને ઝોકુ આવી જતાં ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરથી પોતાના કાબૂ ગુમાવી દીધો હતો. કાર રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદી રોંગ સાઇટ ઉપર હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી. અને તેજ સમયે પુરપાટ જઇ રહેલી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાઇ હતી. જેથી ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. કારનો કચ્ચરખાણ વળી ગયો હતો. 
 
પોલીસે મૃતકોની પાસે મળેલા ઓળખપત્રોના આધારે તેમના પરિજનોને સૂચના આપી છે. સુરતના પરિજન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્રણેય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર