હઝીરાના ગુંદરડી ગામમાં વરસાદી પાણી ઘુસી જતાં આ કંપનીએ દેવદૂત બની હાથ ધરી રાહત કામગીરી

Webdunia
બુધવાર, 6 જુલાઈ 2022 (22:22 IST)
આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) ઇન્ડિયા એ બુધવારે હજીરાના ગુંદરડી ગામમાં રાહતની કામગીરી હાથ ધરી હતી. આ ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અહીયાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે. 
ભારે વરસાદને કારણે હજીરામાં એએમ/એનએસ ઇન્ડિયાની સંકલિત સ્ટીલ ઉત્પાદન સુવિધાની આસપાસના ગુંદરડી ગામમાં અનેક સ્થળોએ ભારે પાણી ભરાયા હતા. ગામના અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન થયું હતું.
 
એએમ/એનએસ ઇન્ડિયાએ ગામમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા અને પાણીનો ભરાવો દૂર કરવા માટે પાંચ ડિવોટરિંગ પંપ કાર્યરત કર્યા હતા. કંપનીએ અસરગ્રસ્ત ગ્રામજનોને કામચલાઉ આશ્રય આપવાની તૈયારી બતાવી હતી અને ગામમાં અન્ન વિતરણની કામગીરી પણ હાથ ધરી હતી.
એએમ/એનએસ ઇન્ડિયાના એચઆર ઓપરેશન્સ, આઈઆર એન્ડ એડમિનિસ્ટ્રેશનના હેડ ડો.અનિલ મટૂએ જણાવ્યું હતું કે, "સ્થાનિક સમુદાયોએ હંમેશાં અમને ટેકો આપ્યો છે. જ્યારે તેઓને મદદની જરૂર હોય ત્યારે તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડવી તેને અમે અમારી ફરજ તરીકે જોઈએ છીએ. "સતત વરસાદને કારણે ગામમાં ભારે પાણી ભરાઈ ગયું હતું, આવા સંજોગોમાં અમે તેમને મદદ કરવામાં સફળ રહ્યા હોવાનો આનંદ અનુભવીએ છીએ."

સંબંધિત સમાચાર

Next Article