મંજૂરી સાથે સુરતથી વારાણસી માટે નીકળેલી ચાર બસ ગુજરાત બોર્ડર ક્રોસ ન કરી શકી

Webdunia
શનિવાર, 2 મે 2020 (15:55 IST)
લૉકડાઉનને કારણે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે આખા રાજ્યમાં નોંધણી કરવામાં આવી રહી છે. જે બાદમાં સરકાર તરફથી તેમને મૂકવા માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

વારાણસી જવા માટે ચાર બસ નીકળી હતી. આ તમામ બસોમાં શ્રમિકો સવાર હતા. જોકે, આ તમામ બસોએ અડધેથી જ પરત ફરવું પડ્યું હતું. ચાર બસમાં કુલ 200 જેટલી શ્રમિકો સવાર હતા. આ તમામ લોકોને મધ્ય પ્રદેશની સરહદ પરથી પરત મોકલવામાં આવ્યા છે.

આ તમામ લોકો સચિન જીઆઈડીસી ખાતેથી નીકળ્યા હતા. જરૂરી મંજૂરી હોવાથી આ તમામ બસોને મધ્ય પ્રદેશની સરહદ સુધી જવા દેવામાં આવી હતા. મધ્ય પ્રદેશની સરહદ પર બસોને રોકી દેવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે હાલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માટે જ મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશની મંજૂરી રદ કરવામાં આવી છે.આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી બસને રોકી દેવામાં આવી હતી. જે બાદ અમારે પરત ફરવું પડ્યું હતું. અમારી પાસે મંજૂરી હોવાથી ગુજરાત પોલીસે રસ્તામાં તમામ જગ્યાએથી બસને જવા દીધી હતી. અમે રૂમ ખાલી કરીને નીકળ્યા હોવાથી હવે અમારી પાસે રહેવા માટે કંઈ નથી.

સંબંધિત સમાચાર

Next Article