કોરોના વોરિયર્સ એવા શહેરની સોલા સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરોએ આજે સુભાષબ્રિજ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓને રોટેશનમાં કોરોનામાં ડ્યુટી આપવામાં આવે છે પરંતુ આઇસોલેશનની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.150 જેટલા જુનિયર ડોકટરો સોલા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે જેમાંથી માત્ર 30 ડોકટરોને આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. જુનિયર ડોકટરો અને ABVPએ સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટરોએ વિરોધ કરવા આવતા કલેક્ટર કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. બપોરે તડકામાં કોરોના વોરિયર્સ એવા ડોકટરોએ નીચે બેસીને વિરોધ કર્યો હતો.