હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાઓએ પુરની સ્થિતી સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળો અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.