Video - કોંગ્રેસના ઉપાધ્યક્ષે સુરતમાં સુરતી લોચો આરોગવાની મજા માણી

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (16:35 IST)
રાહુલ ગાંધી ફરી મેદાનમાં આવી ગયાં છે. ગુજરાતની ચૂંટણીમાં સુરતમાં પ્રચાર અર્થે આવેલા રાહુલ ગાંધીનો અંદાજ લોકોને ફાવી રહ્યો છે. ત્યારે તેમણે અગાઉના પ્રવાસોમાં આદિવાસીઓ સાથે ટીમલી ડાન્સ કરીને પોતાની સાદગી બતાવી હતી. ત્યારે ફરીવાર સુરતમાં આજની મુલાકાતમાં તેમણે ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમણે સુરતમાં હીરા પણ ઘસ્યાં હતાં.

તેઓ હવે સુરતમાં રસ્તા પર ચાની કિટલીઓ પર રોકાઈને ચા પણ પીવા લાગ્યાં છે સાથે સુરતની ફેવરિટ આઈટમ સુરતી લોચો પણ આરોગી રહ્યાં છે. રસ્તા પર રાહુલ ગાંધીને આ પ્રકારે જોતાં લોકોમાં તેમના પ્રત્યેનો પ્રેમ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચ્હા વેચતા હતા કે નહીં તે અંગે અનેક તર્ક વિતર્ક સોશિયલ મીડિયામાં ચાકી રહ્યાં છે. એક ચ્હાવાળો વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી ગયો તે વિષય નરેન્દ્ર મોદીએ વેચ્યો છે. 2014ની ચૂંટણીમાં તેઓ ચાય પે ચર્ચા પણ લઇ આવ્યા. જો કે નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતવા માટે જે નુસખા કર્યા તેમા તેમને ધારી સફળતા પણ મળી. હવે ફરી ચૂંટણીનો માહોલ આવ્યો છે. સુરતની મલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી પણ પોતાના પ્રવાસ દરમિયાન રસ્તામાં એક ચ્હાની કિટલી ઉપર રોકાઈ ગયા અને તેમણે રસ્તા ઉપર ચ્હાની ચુસકી સાથે સુરતી લોચો અને ખારી બિસ્કિટ ખાધા હતા, તેમની સાથે અશોક ગહેલોત અને ભરતસિંહ સોંલકી સહિત અન્ય નેતાઓ પણ હતા.
 
 

સંબંધિત સમાચાર

Next Article