દેશભરમાં વધતા જતા પેટ્રોલના ભાવને લઈ શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરાશે. જે અંતર્ગત સોમવારે સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર સવારે 11 વાગ્યાથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરીકોને 1 લિટર પેટ્રોલ મફત આપશે. પેટ્રોલ મફત મેળવવા ભાજપના કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપનો ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું જરૂરી છે. સામાન્ય નાગરીકો વંદે માતરમ અને ભારત માતા કી જય બોલશે તેમને પેટ્રોલ મફત અપાશે. 300 લોકોને પેટ્રોલ આપશે.