23 ઓગસ્ટે સુરતમાં યોજાશે અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધા

Webdunia
શનિવાર, 8 ઑગસ્ટ 2020 (14:46 IST)
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા એકલ અભિયાન દ્વારા હનુમાન પરિવાર યોજના અંતગર્ત ઓનલાઇન અખિલ ભારતીય હનુમાન ચાલીસા સ્પર્ધાનું આયોજન 23 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આયોજનના મુખ્ય સંયોજક સીએ મહેશ મિત્તલે જણાવ્યું કે પ્રતિયોગિતામાં હનુમાન ચાલીસામાં કુલ 25 પ્રશ્ન પૂછવામાં આવશે તથા વોટ્સઅપના માધ્યમથી મિનિટમાં જવાબ આપવો પડશે. 
 
સ્પર્ધામાં એક અભિયાન ટ્રસ્ટના તમામ સંગઠનની કાર્યકારિણીથી માંડીને પ્રભાગ, સંભાગ, ભાગ, અંચલ, સંચ તથા ગ્રામ સમિતિના સભ્ય એક વિદ્યાલયના આચાર્ય તથા કાર્યકર્તા, નગર સંગઠન અને ગ્રામ સંગઠનના તમામ સભ્ય તથા હનુમાન પરિવારની સાથે-સાથે તમામ દાનદાતા તથા તેમના પરિવાર ભાગ લઇ શકે છે. 
 
સ્પર્ધામાં વિજયી પાંચ સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત પાંચ સાંત્વન પુરસ્કાર પણ આપવામાં આવશે. સાંત્વન પુરસ્કાર ગ્રામ સંગઠનના પ્રતિયોગિઓ માટે અનામત રહેશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા સાથે ઘરે-ઘરે હનુમાન ચાલીસાનો પ્રચાર કરવાનો તથા લોકોને ધર્મ સાથે જોડીને ધર્મની શિક્ષા આપવાનો છે.

સંબંધિત સમાચાર

Next Article