ગુજરાતમાં તમામ માધ્યમોમાં ગુજરાતી ભાષાને આગામી વર્ષથી ફરજિયાત બનાવવામાં આવી હોવાની જાહેરાત કરાયા બાદ હવે CBSEમાં તેનો અમલ પ્રથમ સત્રમાં નહીં થઈ શકે, તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ચુડાસમાએ કરી હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોની નિયુક્તિ અને અન્ય સુવિધા ઉભી કરવા માટે CBSE સ્કૂલને સમય આપવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા નામશેષ થતી બચાવવા તેને અભ્યાસમાં ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે આગામી શૈક્ષણિક વર્ષથી જ તેને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.