ધોરણ સાત અને આઠના અનેક બાળકો સવારે આઠ વાગ્યાથી જ આવી ગયા હતા. તેઓ તડકામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતુ. જેમાં અમદાવાદના નારણપુરા ખાતે મોટી રેલી કરી હતી પરંતુ ભીડ દેખાડવા માટે શાળાઓમાંથી બાળકોને લાવવામાં આવ્યા હતા. રોડ ઉપર ટીચર સાથે ઉભા હતા. ઉપરાંત મહિલાઓને પણ ઉઘરાવીને લાવવામાં આવી હતી. કમળની સાડીઓ પહેરીને તેમ જ કેસરી કલરની સાડી પહેરીને બસ ભરીને મહિલાઓને લાવવામાં આવી હતી. સવારે આઠ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા જ્યારે અમિત શાહ 10 અને 20 મિનિટ પછી સરદાર બાવલાના સ્થળે આવ્યા હતા.
આ બે કલાક દરમિયાન સમગ્ર રોડ પર ભાજપના કાર્યકરો અને આગેવાનો ભારે ઉત્સાહથી વંદેમાતરમ અને ભારત માતાકી જયના નારા લગાવતા હતા. બીજી બાજુ મહિલાઓને પુરુષો સંગીત પર અને ડીજેના તાલે લોક નૃત્ય કરતા હતા ભાજપના અનેક કાર્યકરો મે ભી ચોકીદારનું લખાણ લખેલા સફેદ કલરના ટીશર્ટ પહેરીને આવ્યા હતા. અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે આવેલી કેટલીક પ્રાથમિક ખાનગી શાળાના વિદ્યાર્થીઓને નારણપુરામાં લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને બસમાં પીવાનું પાણી કે નાસ્તો પણ અપાયો નહોતો. નારણપુરામાં તડકામાં વિદ્યાર્થીઓ ઊભા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે લોકો અહીં શા માટે આવ્યા છો જેના જવાબમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે તમારા ટીચરે અમને કહ્યું કે આપણે બધાએ અમદાવાદ જવાનું છે. જેથી અમે તેમની સાથે આવ્યા છીએ. આ નાના ભૂલકાઓને અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે અને તે પહેલા રેલી કાઢવાના છે. તેના ભાગરૂપે તેઓ આવ્યા છે. તેની પણ બાળકોને કશી જ ખબર નહોતી.ગાંધીનગર નજીકના અંબાલી ગામના ત્રણ, સાત અને આઠના વિદ્યાર્થીઓને બસ ભરીને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ જે.કે.પટેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓને કેમ શા માટે લાવવામાં આવ્યા. તેની તેમને ખબર નહોતી. રસ્તા ખાતે ભીડમાં છતાં એક સાઈડમાં તેઓ તડકામાં ઉભા હતા. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે રસ્તામાં કે અહીં અમને પીવાનું પાણી કે નાસ્તો કશું જ અપાયું નથી. અમે ઘરેથી વોટરબેગ માં જે પાણી લાવ્યા હતા. તે પણ ખૂટી પડ્યું છે. આમ રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાની રેલી કે જાહેર કાર્યક્રમોમાં નાના ભૂલકાઓને પણ લાવવાનું છોડતા નથી.