દર વર્ષે ચોમાસામાં મચ્છરજન્ય બીમારી માથુ ઉંચકે છે અને શહેરી સતાવાળાઓ બીમારી ફેલાતી રોકવા પ્રયાસો ધનિષ્ટ બનાવે છે. શ્રેષ્ઠ પ્રયાસો છતાં રાજય સરકાર તથા શહેરી સંસ્થાઓ મેલેરીયાને ડામી શકી નથી. પરંતુ, હવે ઉકેલ ક્ષિતિજ પર છે. પડોસન, શ્રીલંકા પાસેથી બોધપાઠ લઈએ તો આ શકય છે. ટાપુરાષ્ટ્રએ તેની ધરતી પરથી મેલેરીયા નાબુદ કર્યો છે અને છેલ્લા 3 વર્ષથી તે મેલેરીયામુક્ત દેશનું સ્થાન જાળવી રાખ્યું છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (હુ) એ શ્રીલંકાને 5 સપ્ટેમ્બર, 2016એ મેલેરીયા ફ્રી જાહેર કર્યું હતું. શ્રીલંકાની મુલાકાત લેનારા ગુજરાતના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ ત્યાં મચ્છર પર નિયંત્રણ મુકવાના બદલે ત્યાંની મજબૂત આરોગ્ય વ્યવસ્થાથી આ કામ શકય બન્યું છે. ત્યાંના આરોગ્ય અધિકારીઓને દોષિતો સામે કાનુની કાર્યવાહી કરવાની શકયતા છે. શ્રીલંકામાં બીમાર લોકોને શોધી કાઢવા પર ભાર મુકવામાં આવે છે. ગાંદીનગરના ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થના વરિષ્ઠ વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે લંકાની જમીનનો મોટોભાગ ઘાસ-વનસ્પતિ આચ્છાદિત છે એટલે ત્યાં મચ્છરની ઉત્પતિ અને તેમની ઘનતા પર અંકુશ મેળવવો અઘરો છે. મચ્છરની પાછળ લડવાના બદલે ત્યાંના સતાવાળાઓ દર્દીને સરકારી હોસ્પિટલોમાં સારવાર અપાવે છે. ગુજરાતમાં નેશનલ બેકટર બોર્ન ડિસીસ ક્ધટ્રોલ પ્રોગ્રામના ઈન્ચાર્જ જોઈન્ટ ડીરેકટર ડો. બી.એસ.જેસલપુરાએ દાદ ન આપતા મેલેરીયા વિષે બોલતા જણાવ્યું હતું કે અમે છેલ્લા 7 વર્ષથી મેલેરીયાના ચેપનું બારીકાઈથી પરીક્ષણ કરી રહ્યા છીએ, અને પ્રતિરોધક મેલેરીયાના કેસોનું પુનરાવર્તન થયું નથી. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેલેરીયા રિસર્ચએ અહીં આવો કેસ જોયો નથી. દર્દીનું 28 દિવસના ગાળામાં પરીક્ષણ કરવામાં આવે છે. લંકાની મુલાકાત લેનારા વિજ્ઞાની ડો. સોમેન સહાએ જણાવ્યું હતું કે મેલેરીયા સ્તરમાં બદલાવ પર નિયમિત દેખરેખ યોગ્ય નીતિ ઘડવા માટે મહત્વની છે. સહાએ જણાવ્યું હતું કે ઝડપી અને પૂરતી સારવાર ઉપરાંત મેલેરીયાના કેસોના સમયસર ડિટેકશનના કારણે લંકામાં ચેપનો સ્ત્રોત નાબુદ કરવામાં સફળતા મળી છે. શ્રીલંકામાં ખાનગી હોસ્પીટલો દ્વારા કેસોના રિપોર્ટીંગ બાબતે એસોસીએટ પ્રોફેસર ડો. તપસ્વી પુવારે જણાવ્યું હતું કે શ્રીલંકામાં મેલેરીયાના દર્દીઓની સરકારી હોસ્પીટલમાં સારવાર ફરજીયાત હોવાથી રિપોર્ટીંગ ક્ષતિમુક્ત છે. ગુજરાતમાં પ્રાઈવેટ રિપોર્ટીંગએ ઝડપ પકડવી છે. 2017માં રાજય સરકારે ખાનગી હોસ્પીટલોને મેલેરીયાના કેસો રિપોર્ટ કરવા ખાનગી હોસ્પીટલોને જણાવ્યું હતું. એ રિપોર્ટીંગ 100% થતુ નથી. ગુજરાતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 2022 સુધીમાં રાજયમાં મેલેરીયા નાબુદ કરવાનો લક્ષ્યાંક છે. ડો. જેસલપુરાના જણાવ્યા મુજબ સાત વર્ષ પહેલાં મેલેરીયાના 87000 કેસો નોંધાયા હતા તે ગત વર્ષે ઘટી 22000 થયા હતા. જુલાઈ 2018થી જુલાઈ 2019 વચ્ચે મેલેરીયાના કેસોમાં 50%નો ઘટાડો નોંધાયો હતો.