વડોદરાના પીલોલ ગામ ખાતે અનુસૂચિત જાતિની બે મહિલાઓને ગરબા રમતી અટકાવાઈ હતી અને જાતિસૂચક અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પોલીસે ચાર શખ્સોની સામે એફઆઈઆર કરી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે ઘટી હતી. ત્યારે સામાજિક ન્યાયપ્રધાન પ્રદીપ પરમારે વડોદરાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તથા કલેક્ટરને ઘટનાસ્થળની મુલાકાત લેવાના અને ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા હતા.
ડેપ્યુટી એસપી એસ. કે. વાળાને ટાંકતાં વેબસાઇટ નોંધે છે કે પહેલાં ઉચ્ચ જાતિની મહિલાઓ દ્વારા બંને મહિલાઓને પ્રવેશતાં અટકાવવામાં આવી હતી તથા તેમને સ્થળ છોડી જવા માટે જણાવવામાં આવ્યું હતું. બંને મહિલાઓ સામે જાતિસૂચક શબ્દ વાપરવામાં આવ્યા હતા.
આ ઘટના વિશે જાણ થતાં એક મહિલાના પતિ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમની સામે પણ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.