મુખ્યમંત્રીએ રાજકોટ કર્યું મતદાન

Webdunia
રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (18:02 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે  એક સપ્તાહથી અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ માં દાખલ હતા જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા  મુખ્યમંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા.
તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકા ના પાલન સાથે આજે સાંજે મતદાન ના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ  ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

 

સંબંધિત સમાચાર

Next Article