રાજ્યમાં ડાંગ, બોટાદ, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં એકેય નવો કેસ નોંધાયો નથી. તો ગાંધીનગર સહિત બે શહેર અને અમદાવાદ સહિત 14 જિલ્લામાં સિંગલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. તો વડોદરા સહિતના 5 મુખ્ય શહેર અને સુરત સહિતના 15 જિલ્લામાં ડબલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હવે અમદાવાદ શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ કુલ મળીને રાજ્યમાં 695 નવા કેસ નોંધાયા છે.
11 માર્ચ બાદ 90 દિવસ એટલે કે 3 મહિના 700થી નીચે નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 24 કલાકમાં 695 નવા કેસ નોંધાયા છે. જ્યારે 61 દિવસ બાદ 2 હજાર 122 દર્દી સાજા થયા છે. અગાઉ 8 એપ્રિલે 2 હજાર 197 દર્દી સાજા થયા હતા. સતત બીજા દિવસે દૈનિક મૃત્યુઆંક 11 રહ્યો છે. આ અગાઉ 67 દિવસ પહેલા એટલે કે 2 એપ્રિલે 11 દર્દીના મોત થયા હતા. જે 11 મેના રોજ અમદાવાદમાં નોંધાયા બરાબર હતા. આમ રાજ્યમાં સતત 35મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.98 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 707ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 955 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 7 લાખ 93 હજાર 28 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14 હજાર 724 એક્ટિવ કેસ છે, જેમાંથી 351 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 14 હજાર 373 દર્દીની હાલત સ્થિર છે.