ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈના ડ્રગ્સ નેટવર્ક માટે કામ કરતી ગેંગની વિગતો મળતાં ATS સક્રિય થઈ

Webdunia
સોમવાર, 8 મે 2023 (13:09 IST)
કચ્છમાંથી ઝડપાયેલા રૂપિયા ૧૯૪ કરોડના ડ્રગ્સ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની એટીએસ દ્વારા ધરપકડ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવીને એટીએસના એસપી  સુનિલ જોષી સહિતની ટીમ દ્વારા સતત પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાં રિમાન્ડના નવ દિવસ દરમિયાન એટીએસને બિશ્નોઇની પુછપરછમાં તેના માટે કામ કરતી કેટલીક ગેંગની વિગતો મળી છે અને આતંકી સંગઠનો સાથે પણ તે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે ડ્રગ્સની હેરફેર માટે તેણે ગુજરાતના દરિયાકાંઠાને બેઝ બનાવ્યો હતો અને સ્થાનિક સ્તરે માણસો તૈયાર કરવા માટે પણ તેણે પોતાના વિશ્વાસુને ખાસ કામગીરી સોંપી હતી.

કચ્છના જખૌના દરિયામાંથી ગુજરાત એટીએસ દ્વારા છ પાકિસ્તાનીઓની રૂપિયા ૧૯૪ કરોડની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. જે બાદ બાતમીને આધારે  આ ડ્ગ્સની ડીલેવરી લેવા માટે આવેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જમની પુછપરછમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ મંગાવનાર માસ્ટર માઇન્ડમાં લોરેન્સ બિશ્નોઇનું નામ બહાર આવ્યું હતું. જેણે જેલમાંથી ફોન કરીને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા પાસેથી હેરોઇનનો જથ્થો મંગાવ્યો હતો.  જે બાદ એટીએસની ટીમે લોરેન્સ બિશ્નોઇની સંડોવણીના કેટલાંક પુરાવા એકઠા કર્યા હતા. જેના આધારે તેની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.  જેમાં અત્યાર સુધીના તેના નવ દિવસની પુછપરછમાં ગુજરાત એટીએસને લોરેન્સ બિશ્નોઇના દેશમાં ફેલાયેલા નેટવર્કને લઇને અનેક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી. જેમાં તે કેટલાંક આતંકી સંગઠનો સાથે સંકળાયેલો હોવાની સાથે પંજાબમાં ડ્રગ્સનું એકચક્રી નેટવર્ક સેટઅપ કરવા માંગતો હતો. જે માટે આતંકી સંગઠનની મદદ મળી હતી.  ડ્ગ્સના નાણાં આતંકવાદ માટે વાપરવાની ડીલ પણ તેણે કરી હતી. આ ઉપરાંત, તેની સાથે જોડાયેલા લોકોની ગુજરાત સાથે લીંક પણ એટીએસને મળી છે. જેના આધારે લોરેન્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અન્ય લોકોની પણ ધરપકડ થવાની સંભાવના સુત્રોએ વ્યક્ત કરી છે.લોરેન્સ બિશ્નોઇ દેશની અલગ અલગ ગેંગ સાથે પણ સંકળાયેલો ગેંગસ્ટર હોવાથી તેની પુછપરછમાં કેટલાંક ખુલાસા થવાની શક્યતા છે. જેના કારણે તેની ધરપકડ બાદ ગુજરાત એટીએસના અધિકારીઓના મુવમેન્ટ પર નજર રાખવા માટે બિશ્નોઇની ચોક્કસ ગેંગ દ્વારા અમદાવાદમાં ધામા નાખ્યા હોવાની આશંકા સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના આધારે એસ જી હાઇવે પર આવેલા ગુજરાત ેએટીએસના હેડ ક્વાટર્સ પાસે પોલીસનું સર્વલન્સ વધારવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article