સુરત નાપુણાગામની નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા ફેક્ટરીમાં કામ કરતા 2 કામદારોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે સાડી જરીની પોલિસિંગના કારખાનામાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંને કારીગર કારખાનામાં સૂતા હતા જેથી ગૂંગળામણને કારણે મોત થયાનું જાણવા મળ્યું છે. હાલ આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.
આગની ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી પરંત કારખાનાને બહારથી તાળુ લાગેલું હતું. જેથી ફાયર વિભાગના કર્મચારીઓએ લોખંડની ગ્રીલ વડે તાળું તોડી પ્રવેશ કર્યો હતો. કારખાનાની અંદર બે કારીગરો ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા જ્યારે બે કર્મચારીઓ બેભાન અવસ્થામાં હતા. ઇજાગ્રસ્ત અને બેભાન કર્મચારીઓને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અદાજીત 8 જેટલી ફાયરની ગાડી આગ ઓલવવામાં ઉપયોગમાં લેવાઈ હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં 2000થી વધુ કારખાના છે. અહીં મોટાભાગના એબ્રોઇડરીના કારીગરો કારાખાનામાં જ વસવાટ રહે છે. આ દરેક કારખાનામાં 3થી 4 લોકો રહે છે.