ગુજરાતમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમ અને નર્મદા ડેમની સપાટી વધી

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (14:43 IST)
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જેમાં પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે
 
રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહમાં હળવાથી ભારે વરસાદને પગલે ખેડૂતોને રાહત મળી છે તો 206 જળાશયો 61 ટકા જેટલા ભરાઈ ગયા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 51 ટકા ભરાઈ ગયો છે.રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 624.8 મીમી (જૂનથી સપ્ટેમ્બર સુધી) વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 390 મિમી કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમ 51 ટકા સુધી ભરાઈ ગયો છે.
ગુજરાતમાં લાંબા વિરામબાદ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી જેને કારણે રાજ્યના બધા ડેમોમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નર્મદા જડેમની વાત કરીએ તો અહિયાએક દિવસમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે. જેના કારણે હાલ  ડેમની સપાટી 119.41 મીટર પહોચી ગયા છે. પરિણામે પાવર હાઉસના બધા યુનિટ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે.  ભારે વરસાદને કારણે કાલે શેંત્રુંજી ડેમના 59 દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા. 
 
ઉકાઈ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમા કારણે 2 દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂંટ જેટલો વધારો થયો થયો છે. પરિણામે ખેડૂતોના સીંચાઈના પાણીની સમસ્યા પણ હવે સમાધાન આવશે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article