બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે 4 થી 8 વાગ્યે ત્રાટકશે

ગુરુવાર, 15 જૂન 2023 (07:54 IST)
બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠે 4 થી 8 વાગ્યે ત્રાટકશે 
 
હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂને સાંજે 4 થી 8 વાગ્યે ત્રાટકશે સુધીમાં આ વાવાઝોડું 120-130થી 145 કિમીની ઝડપે ગુજરાતના માંડવી, જખૌ દરિયાકિનારા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે.
 
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે ગુરુવારે અરબી સમુદ્ર પરથી 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે શુક્રવાર સુધીમાં પવનની ગતિ ધીમે-ધીમે ઘટી જાય એવી શક્યતા છે.
 
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં જોરદાર પવન ફૂંકાય એવી શક્યતા છે, આ અંગે સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ કરી દેવાયું છે.
 
 
બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર હતું અને નલિયાથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં 300 કિલોમિટર દૂર હતું. જ્યારે વાવાઝોડું અરબી સમુદ્રમાં પોરબંદરથી 350 કિલોમિટર દૂર હતું.
 
 
અરબી સમુદ્રમાં લગભગ એક સપ્તાહથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બિપરજોય આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું છે?
 
વાવાઝોડાની શક્તિ અને અવધિ શા માટે વધી રહી છે? વાવાઝોડું સર્જાવાથી માંડીને તેના દરિયા કાંઠે ત્રાટકવા સુધીનો લાંબોલચક ગાળો ઘણા માટે કુતૂહલનો વિષય હોય એ વાત વાજબી છે.
 
છઠ્ઠી જૂને સર્જાયેલું વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
આ વાવાઝોડાની તાકત દસ દિવસ સુધી યથાવત્ રહેશે એવું લાગે છે, પરંતુ આટલો લાંબો સમય ચાલ્યું હોય તેવું 2023નું આ પહેલું વાવાઝોડું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર